ખંભાળિયા બાયપાસ પર ડાર્ક ફિલ્મ વાળી કારના ચાલકો સામેની ઝુંબેશ

  • February 28, 2024 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રાફિક શાખા દ્વારા બોલાવાયેલી ધોંસમાં ૨૦ ફોરવ્હીલ ચાલકો દંડાયા

જામનગર નજીક ખંભાળીયા બાયપાસ રોડ પર ટ્રાફિક શાખા દ્વારા વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી, અને ડાર્ક ફિલ્મ વાળી કાર ના ચાલકો પર તવાઈ બોલાવી હતી. અને ૨૦ કાર ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરવામાં આવી હતી, જયારે તેઓની કારમાંથી ડાર્ક ફિલ્મને સ્થળ પરજ હટાવાઇ હતી.
જામનગરના જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ આઈપીએસ અધિકારી અજય કુમાર મીણાં અને ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા ગઈકાલે સાંજે ખંભાળિયા બાયપાસ રોડ પર ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ખાસ કરીને ડાર્ક ફિલ્મ લગાવીને કાર ચલાવતા હોય તેવા કાર ચાલકો સામે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
ગઈકાલે સાંજે બે કલાકના સમયગાળા દરમિયાન ડાર્ક ફિલ્મ લગાવેલા ૨૦ કાર ચાલકો મળી આવ્યા હતા. જે તમામ કારમાંથી ડાર્ક ફિલ્મને ટ્રાફિક શાખા ની ટીમ દ્વારા સ્થળ પર જ દૂર કરવામાં આવી હતી, જયારે તેઓ પાસેથી સ્થળ પર હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application