મહાપાલિકાના ભાજપ કાર્યાલયના ટેલિફોનમાંથી હવે સત્તાવાર–પક્ષના કામ સિવાય ફોન કરવા પર પ્રતિબંધ

  • October 17, 2023 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકામાં નવા પદાધિકારીઓની નિમણુકં બાદ અનેક ફેરફારો થયા છે જેમાં તાજેતરમાં હવેથી શાસક પક્ષ કાર્યાલય (ભાજપ કાર્યાલય)ના લેન્ડલાઇન ટેલિફોનમાંથી સત્તાવાર કાર્યક્રમો, પક્ષના કાર્યક્રમો અને પ્રજાકીય કામો સિવાયના કોઇ પણ ફોન કરવા ઉપર પ્રતિબધં મુકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
કોઇ પણ વ્યકિત કાર્યાલયમાં આવી ટેલિફોન કરી જાય તેવી પધ્ધતિ બધં કરી ફોનનો દુપયોગ ટાળવાના આશયથી આવી સૂચના અપાઇ હોવાની મનાય રહ્યું છે. જો કે આવી સૂચનાથી અનેક જુના જોગીઓને વધુ એક નવો આંચકો લાગ્યો હોય આ બાબત ચર્ચાસ્પદ બની છે.


વિશેષમાં મહાપાલિકાના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ શાસક પક્ષ કાર્યાલયમાં દરરોજ સેંકડો અરજદારો આવતા હોય છે. તદ્દઉપરાંત આગેવાનો, કાર્યકર્તાઓ અને સમર્થકો તેમજ શુભેચ્છકોની સતત અવરજવર રહેતી હોય છે. હાલ સુધી કોઇ પણ આગેવાન કે કાર્યકર ભાજપ કાર્યાલયના લેન્ડ લાઇન ટેલિફોનમાંથી ફોન કરીને વાતચીત કરી શકતા હતા પરંતુ હવે તેવું રહ્યું નથી. કોઇ પણ વ્યકિત કોઇ પણ કામે કોઇ પણને ફોન નહીં કરી શકે તેવી કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. હવે દરેક પાસે પોતાનો મોબાઇલ ફોન હોય છે આથી પર્સનલ કે અન્ય કોઇ પણ કામ માટે કાર્યાલયમાં આવનાર કોઇ પણ વ્યકિત કાર્યાલયના ફોનનો ઉપયોગ કરી શકશે નહીં.

મહાપાલિકાના શાસક પક્ષ કાર્યાલયમાં શાસક પક્ષના નેતા અને શાસક પક્ષના દંડકની સતત ઉપસ્થિતિ હોય છે ત્યારે તેમને મળવા આવતા અરજદારોના કામ સબબ અધિકારીઓ, પદાધિકારીઓ કે અન્યો સાથે વાતચીત કરવાની થાય ત્યારે આ બન્ને પદાધિકારીઓના આદેશ મુજબ કાર્યાલય મંત્રી જે તે સંબંધિત અધિકારીઓ કે ઇજનેરોને ફોન જોડી આપતા હોય છે. તદ્દઉપરાંત પક્ષના સંગઠનના કાર્યક્રમો, સંકલન મિટિંગ, સ્ટેન્ડિંગ કમિટિ કે જનરલ બોર્ડ મિટિંગ વિગેરેની જાણ કરવા ભાજપના તમામ કોર્પેારેટરને કાર્યાલયના લેન્ડલાઇન નંબર ઉપરથી કોલ કરવામાં આવતો હોય છે. પક્ષના તમામ કોર્પેારેટર અને મહાપાલિકાના તમામ અધિકારીઓ–ઇજનેરો વિગેરેએ કાર્યાલયનો લેન્ડ લાઇન નંબર પોતાના મોબાઇલ નંબરમાં અચૂક સેવ કર્યેા હોય છે જેથી આ નંબર ઉપરથી આવતા કોલને તમામ પુરી ગંભીરતાથી લઇ પ્રત્યુતર આપતા હોય છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application