બે કરોડ નવા સભ્યો બનાવવાના લક્ષ્યાંક સાથે ગુજરાતમાં ભાજપમાં સભ્ય નોંધણી ઝૂબેશ ચાલી રહી છે. આવી જ રીતે દેશભરમાં પણ મોટા ટાર્ગેટ સાથે ભાજપમાં સભ્ય નોંધણી ઝુંબેશ ચાલી રહી છે. મોટાભાગના સ્થળોએથી સભ્ય નોંધણી ઝુંબેશને નબળો પ્રતિસાદ મળી રહ્યો હોવાની વાતો બહાર આવી રહી છે ત્યારે રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સભ્ય નોંધણી ઝુંબેશ મામલે સમગ્ર રાજ્યમાં પ્રથમ હોવાની આંકડાકીય માહિતીઓ બહાર આવી રહી છે. સભ્ય નોંધણી ઝુંબેશની પ્રક્રિયા સાથે સંકળાયેલા ભાજપ્ના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ સભ્યો 71 રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારમાં 1,27,643 નોંધાયા છે. કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયાનો આ મત વિસ્તાર સભ્ય નોંધણીમાં ગુજરાતમાં નંબર વન અને સમગ્ર દેશમાં બીજા સ્થાને હોવાથી ભાનુબેન બાબરીયા પર ગુજરાતના ભાજપ્ના આગેવાનો સહિત દેશ પરના ટોચના ભાજપ્ના આગેવાનો દ્વારા અભિનંદનની વષર્િ થઈ રહી છે.
સભ્ય નોંધણી હજુ ચાલુ જ છે અને આગામી દિવસોમાં પણ રાજકોટ ગ્રામ્ય વિસ્તાર સમગ્ર દેશમાં નંબર વન બને તે દિશામાં ભાનુબેન બાબરીયાની આગેવાની હેઠળ રાજકોટ ગ્રામ્ય મત વિસ્તારના ભાજપ્ના આગેવાનો અને કાર્યકરો મહેનતમાં લાગી ગયા છે.
રાજકોટ શહેર અને જિલ્લામાં ગુજરાત વિધાનસભાની કુલ આઠ બેઠક આવે છે. અન્ય બેઠકની સભ્ય નોંધણી ઝુંબેશની અત્યાર સુધીની આંકડાકીય માહિતી જોઈએ તો 68 રાજકોટ પૂર્વમાં 1,14,510 રાજકોટ પશ્ચિમમાં 1,03,559, રાજકોટ દક્ષિણમાં 81,656 જેતપુરમાં 96903 ગોંડલમાં 47847 જસદણમાં 40083 અને ધોરાજીમાં 36203 નવા સભ્યો નોંધાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech