CSK vs RR IPL 2023: લડતા-લડતા હાર્યુ ચેન્નાઈ સુપર કિંગ્સ, રાજસ્થાન રોયલ્સ 3 રને જીતી

  • April 13, 2023 01:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

IPLની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ રનથી હરાવ્યું છે. રાજસ્થાને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ CSK લાખ પ્રયાસો છતાં છ વિકેટે 172 રન જ બનાવી શકી હતી. આ જીત બાદ રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર આવી ગઈ છે.


IPL 2023ની રોમાંચક મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ રનથી હરાવ્યું. 12 એપ્રિલ (બુધવાર)ના રોજ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રાજસ્થાને CSKને જીતવા માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ લાખ પ્રયાસો છતાં તે છ વિકેટે 172 રન જ બનાવી શકી હતી.


સીએસકેને મેચના છેલ્લા બોલ પર પાંચ રન બનાવવાના હતા અને કેપ્ટન એમએસ ધોની સ્ટ્રાઈક પર હતો, જ્યારે સંદીપ શર્માના હાથમાં બોલ હતો. કરોડો ચાહકોને આશા હતી કે ધોની છેલ્લો બોલ સ્ટેન્ડ પર મોકલી શકશે, પરંતુ માહી આ બોલ પર માત્ર એક રન બનાવી શક્યો. આ જીતને કારણે રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર વન પર આવી ગઈ છે. જ્યારે CSK પાંચમા નંબર પર યથાવત છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application