કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે મમતા સરકારની બેદરકારી પર અનેક સવાલો ઉઠાવ્યા છે. CJIએ કહ્યું કે, પોલીસે ઘટનાના ઘણા કલાકો પછી FIR નોંધી, જે અત્યંત ખોટું છે.
હવે આ મામલે બંગાળના સીએમ મમતા બેનર્જીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેણે પોલીસ કમિશનર વિશે પણ મોટો ખુલાસો કર્યો છે.
મમતાએ કહ્યું કે થોડા સપ્તાહ પહેલા જ કોલકાતા પોલીસ કમિશનર પોતે રાજીનામું આપવા મારી પાસે આવ્યા હતા. મમતાએ કહ્યું કે, તેઓ રાજીનામું આપવા આવ્યા હતા, પરંતુ દુર્ગા પૂજાનો સમય નજીક આવતાં મેં તેમને રોક્યા. સીએમએ કહ્યું કે, કાયદો અને વ્યવસ્થાની કમી ન રહે તે માટે આ નિર્ણય લેવો પડ્યો.
જણાવી દઈએ કે, કોલકાતા ડોક્ટર રેપ કેસના કારણે પોલીસ કમિશનરના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.
પીડિતાના માતા-પિતાને ખાસ વચન આપ્યું
મમતાએ વધુમાં કહ્યું કે, મેં મૃતક ડોક્ટરના માતા-પિતાને કહ્યું છે કે જો તેઓ તેમની પુત્રીની યાદમાં કંઈક કરવા માંગતા હોય તો અમારી સરકાર તેમની સાથે છે. સીએમએ કહ્યું કે, અમારાથી જે થશે તે કરીશું. મમતાએ એમ પણ કહ્યું હતું કે, હોસ્પિટલની ઘટનાનો વિરોધ એ કેન્દ્ર અને કેટલાક ડાબેરી પક્ષોનું કાવતરું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech