મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સલામત, સુરક્ષિત અને સુવિધા સભર રોડ નેટવર્ક પૂરું પાડવા માટેનો એક વધુ મહત્વપૂર્ણ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીએ આ હેતુસર રાજ્યના માર્ગ અને મકાન વિભાગ હેઠળના રસ્તા-પૂલોના નેટવર્કને સુવ્યવસ્થિત કરવા કુલ ૩૨ માર્ગો પર નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટે ૭૭૮.૭૪ કરોડ રૂપિયાની કરવામાં આવેલી દરખાસ્તને મંજૂરી આપી છે.
મુખ્યમંત્રીએ રાજ્યના સર્વગ્રાહી વિકાસની ધોરીનસ સમાન રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુદ્રઢ કરીને નાગરિકો તેમજ ઉદ્યોગ-વેપાર સૌને ઈઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન આપવાનો અભિગમ અપનાવ્યો છે. એટલું જ નહીં, માર્ગો પરના સાંકડા પૂલ સ્ટ્રકચર્સને પહોળા કરીને લોકોને ટ્રાફિકજામ થવાની સમસ્યાથી મુક્તિ આપવા સહિત જૂના અને નબળા હયાત પૂલો, સ્ટ્રક્ચર્સના સ્થાને મેજર-માઈનર પૂલોના પુન: બાંધકામ-મરામત વગેરે કામો પણ હાથ ધરવામાં આવી રહ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં આવા ૨૬૫ કામો માટે અત્યારસુધીમાં ૧૩૦૭ કરોડ રૂપિયા મંજૂર કરેલા છે. માર્ગ મકાન વિભાગે મુખ્યમંત્રી સમક્ષ તાજેતરમાં રજૂ કરેલી ૩૨ માર્ગો પરના નવા મેજર-માઈનર પૂલોના બાંધકામ માટેની ૭૭૮.૭૪ કરોડની દરખાસ્તને તેમણે અનુમતિ આપી છે.
આમ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાછલા બે વર્ષમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુદ્રઢીકરણના વિવિધ ૨૯૭ કામો માટે કુલ ૨૦૮૬ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકાશ્મીરના લોકોએ કહ્યું અમે બેઘર થઈ ગયા પણ અમે ખુશ છીએ કે સેનાએ બદલો લીધો
May 08, 2025 12:46 PMકેશોદ પોલીસે સોનીની દુકાનોમાં ચોરી કરતી ત્રિપુટી ઝડપી
May 08, 2025 12:30 PMજાફરાબાદના બોગસ ડોકટર–રાજુલાના ત્રણ હિસ્ટ્રીશીટરને ત્રણ જિલ્લામાંથી તડીપાર કરાયા
May 08, 2025 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech