મોરબીના નિખિલ હત્યા કેસમાં ૯ વર્ષ બાદ સીબીઆઈ કરશે તપાસ

  • August 20, 2024 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સૌથી ચકચારી નિખિલ હત્યા કેસને નવ વર્ષ જેટલો સમય થવા આવ્યો છે અગાઉ સ્થાનિક પોલીસ અને સીઆઈડીએ તપાસ કર્યા છતાં નવ વર્ષમાં હજુ હત્યારા પકડાયા  નથી કે હત્યાનું કારણ પોલીસ જાણી ના શકી હોય જેથી પરિવારે સીબીઆઈ તપાસ માંગી હતી જેને હાઇકોર્ટે મંજુર કરી છે હાઇકોર્ટે હત્યા કેસની તપાસ સીબીઆઇને સોંપવાનો હત્પકમ કર્યેા છે
તા. ૧૫–૧૨–૨૦૧૫ ના રોજ શનાળા રોડ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાનો ૧૩ વર્ષનો પુત્ર નિખિલ તપોવન વિધાલયમાંથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ના હતો અને પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી હતી જેમાં એક ઇસમ બ્લેક એકિટવામાં અપહરણ કરી જતો જોવા મળ્યો હતી બાદમાં રામઘાટ પાસે કોથળામાં વીંટેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
જે હત્યા કેસની પોલીસે તપાસ ચલાવી હતી જોકે નિખિલના હત્યારા કોણ છે તેના સુધી પોલીસ પહોંચી સકી ના હતી કે કારણ પણ જાણી ના શકી હતી નિખિલ સાથે સૃષ્ટ્રિ વિધ્ધનું કૃત્ય થયાનું પણ પીએમ રિપોર્ટમાં ખુલ્યું હતું
જેથી પરિવારની માંગણીને ધ્યાને લઈને તપાસ સીઆઇડીને સોંપવામાં આવી હતી પરંતુ સીઆઇડી ટીમે પણ વર્ષેા સુધી તપાસ ચલાવ્યા બાદ કોઈ પરિણામ લાવી શકી ના હોય જેથી પરિવારે  તપાસ માંગી હતી હાઇકોર્ટે નિખિલ હત્યા કેસમાં વર્ષેાની તપાસ બાદ પણ સીઆઇડી કોઈ નિષ્કર્ષ સુધી પહોંચી ના હોવાનું નોંધ્યું હતું અને પરિવારની માંગણી સ્વીકારી કેસની તપાસ સીબીઆઈને સોંપવાનો આદેશ કર્યેા છ



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News