ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજકાલના આંગણે : 24માં વર્ષમાં મંગલ પ્રવેશ પર પાઠવી શુભેચ્છા

  • June 23, 2023 10:16 AM 

આજકાલ સાંધ્ય દૈનિક આજે 23 વર્ષ પૂર્ણ કરી 24માં વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. ત્યારે આજકાલ સાથેના પારિવારિક સંબંધને લઈ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ આજકાલના આંગણે આવી  અઢળક શુભેચ્છાઓ પાઠવી હતી. 24માં વર્ષમાં મંગલ પ્રવેશ પર કેક કટિંગ કરી મોં મીઠું કરાવી આજકાલના મોભી ધનરાજ જેઠાણી, એડિટર ઇન ચીફ ચંદ્રેશ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલ જેઠાણી અને ગ્રુપ એડિટર કાના બાંટવાને અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે જ આજે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરત બોઘરાનો પણ જન્મદિવસ હોવાથી સરપ્રાઇઝ કેક કટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજકાલ સાંધ્ય દૈનિક તરફથી ડો.ભરત બોઘરાને પણ જન્મદિવસની શુભકામના પાઠવવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application