મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે ચૂંટણીપંચ દ્વારા ગુજરાતની ખાલી પડેલી વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ જાહેર કરવામા આવતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વાવ બેઠકની ચૂંટણી આગામી 13મી નવેમ્બરે યોજાશે જેનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર થશે. આ ચૂંટણીની જાહેરાતના પગલે ભાજપ અને કોંગ્રેસના વર્ચસ્વની લડાઈ શરૂ થઈ છે આમ જોવા જાવ તો આ લડત ગેનીબેન ઠાકોર અને શંકર ચૌધરી વચ્ચેની જોવામાં આવી રહી છે.
બનાસકાંઠા લોકસભાની બેઠક પર વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો વિજય થતા આ બેઠક ખાલી પડી હતી. જેની ચૂંટણી ગઈ કાલે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે લોકસભાની ચૂંટણી વખતે ઠાકોર વર્સીસ ચૌધરી જોવા મળ્યું હતું આ વખતે ઉમેદવાર તરીકે ભાજપ અને કોંગ્રેસ કોને પસંદ કરે છે તેના પર સૌની નજર છે મુખ્યત્વે શંકર ચૌધરી અને ગેનીબેન ઠાકોર વચ્ચેની આ લડાઈમાં કોનો વિજય થાય છે તે જોવું રહ્યું.
વાવ વિધાનસભા બેઠકની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે આ બેઠક પર કોંગ્રેસ કોને ટિકિટ આપશે તેને લઈને અટકળો તેજ બની છે. માહિતી અનુસાર કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. આ ઉપરાંત કે.પી. ગઢવીનું પણ નામ ચચર્યિ રહ્યું છે, જેઓ અત્યાર સુધી ચૂંટણી લડ્યા નથી. પરંતુ છેલ્લ ા ઘણા વર્ષોથી રાજકારણમાં સક્રિય છે.વર્ષ 2005માં કેન્દ્ર સરકારની ટેલિકોમ એડવાઇઝરી કમિટીના સભ્ય રહી ચૂક્યા છે.આ ઉપરાંત વાવ-થરાદ બાર એસોસિએશનના પ્રમુખ છે. આ ઉપરાંત તાલુકા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ તેમજ વાવ-તાલુકા ખરીદ વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસ દાવેદારોની લિસ્ટમાં ત્રીજું નામ ઠાકરશી રબારીનું ચચર્ઈિ રહ્યું છે, જે વાવ તાલુકાના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ રહી ચૂક્યા છે. કોંગ્રેસના ઉમેદવારની પસંદગીમાં ગેનીબેનનો અભિપ્રાય પણ મહત્વનો રહેશે.
બનાસકાંઠાની લોકસભા ચૂંટણી ઠાકોર વર્સિસ ચૌધરી ઉમેદવારની થઈ હતી. એટલે વાવ બેઠકની પેટાચૂંટણી પર આ વખતે પણ ખરાખરીનો જંગ થઈ શકે છે. વળી, ભાજપ માટે પણ હવે આ બેઠક જીતવી વર્ચસ્વની લડાઈ બની ગઈ છે. એટલે કોંગ્રેસ જ નહીં ભાજપે પણ આ બેઠક પર વિસ્તાર, જ્ઞાતિ અને અન્ય સમીકરણોને ધ્યાને લઈને જ ઉમેદવાર ઉતારવા પડશે. બંને પક્ષે કોને ટિકિટ આપે છે ત્યારબાદ ખરુ ચિત્ર ખબર પડશે.
લોકસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસ દ્વારા વાવ વિધાનસભા બેઠકનાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી હતી. ગુજરાતમાંથી એક માત્ર બનાસકાંઠા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારનો વિજય થતાં વાવ વિધાનસભાની બેઠક ખાલી પડી હતી.
બનાસકાંઠા લોકસભા બેઠક પર બે મહિલાઓ સામસામે હતી. કોંગ્રેસના ગેનીબેન ઠાકોર અને ભાજપ્ના રેખાબેન ચૌધરી વચ્ચે આ લડાઈમા ગેનીબેનની જીત થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech