લતિપરની સેન્ટ્રલ બેંકનાં મેનેજર દ્વારા રૂ. દોઢ કરોડની ખેડૂતોનાં નાણાંની ઉચાપત અંગે પોલીસ વડાને રજૂઆત

  • October 09, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લા નાં ધ્રોલ તાલુકા નાં લતીપર ગામ ની સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા ની શાખા નાં મનેજર દ્વારા રૂ. ૧ કરોડ ૫૫ લાખ ની ખેડૂતો ની રકમ ની ઉચાપત કરવામાં આવી હોવા અંગે ખેડૂતો દ્વાર જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં  આવી છે.


આજે લતીપુર  નાં ખેડૂતો , ગામ નાં ઉપસરપંચ ,જિલ્લા પંચાયત નાં સદસ્ય વગેરે એ આજે જામનગર જિલ્લા પોલીસ વડા ને રૂબરૂ મળી રજૂઆત કરી હતી કે ગામ ની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા ની શાખાના મેનેજર નયનકુમારસિંગ એ. ગામ ના ૬૦ જેટલા ખેડૂતો ના ખાતા ના ધિરાણ પેટે રૂ. ૧ કરોડ ૫૫ લાખ ઉપાડી લીધા પછી મેનેજર ગામ છોડી ચાલ્યા ગયા છે. અને છેલ્લા ત્રણ - ચાર  માસ થી તેઓ બેંક માં પણ આવ્યા નથી. જેમાં કેટલાક ખેડૂતો મૃત્યુ પામ્યા છે . છતાં તેમના નામે પણ ધિરાણ મેળવી લેવાયુ  હોવા નું જણાવ્યું છે.


આથી જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખ ડેલુ એ તુરત  જ ધ્રોલ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પનારા ને સૂચના આપી ૧૦ દિવસ મા આરોપી મેનેજર ને શોધી કાઢવા જણાવ્યું છે.


ગામના ખેડૂતો દ્વારા ત્રણેક માસ પહેલા સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા ના રિજનલ મેનેજર ને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાં બેંક દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવતા આખરે મામલો પોલીસ વડા  સમક્ષ  પહોંચ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application