ફોનમાં આ નંબર ડાયલ કરવાથી તમે જાણી શકશો તમારા ફોનનું રેડિયેશન

  • May 27, 2024 09:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આજે મોટાભાગના લોકો પાસે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ એક્સેસ છે. સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ફાયદા કરતાં ગેરફાયદા વધુ છે. શું જાણો છો કે ફોન રેડિયેશનનું ઉત્સર્જન કરે છે, જે ઘણી બીમારીઓનું મુખ્ય કારણ છે.


રેડિયેશન શું છે?


સૌથી પહેલા જાણીએ કે મોબાઈલ ફોનનું રેડિયેશન શું છે? મોબાઈલ ફોન નેટવર્ક માટે ટેલિકોમ કંપનીઓ અલગ-અલગ વિસ્તારોમાં જરૂરિયાત મુજબ ટાવર લગાવે છે. આ ટાવર્સનું રેડિયેશન આપણા સીધા સંપર્કમાં આવતું નથી, તેથી તેની શરીર પર બહુ ઓછી પ્રતિકૂળ અસર થાય છે. પરંતુ ફોન 24 કલાક સાથે રહે છે. તેથી રેડિયેશન આપણા શરીરના સીધા સંપર્કમાં આવે છે. હવે સવાલ એ છે કે વ્યક્તિ કેવી રીતે જાણશે કે તેના ફોનમાંથી કેટલું રેડિયેશન નીકળી રહ્યું છે? જો મોબાઈલ ફોનનું રેડિયેશન ચેક કરવા ઈચ્છો છો, તો તેના માટે મોબાઈલથી *#07# ડાયલ કરો.


રેડિયેશન બીમારીનું કારણ


રેડિયેશનના કારણે મગજ અને હૃદય બંને પર પ્રતિકૂળ અસર થાય છે. આના કારણે હૃદયના ધબકારા અનિયમિત થઈ શકે છે અને મગજની યાદશક્તિ પર અસર થાય છે. આ સિવાય તેની પ્રજનન ક્ષમતા પર પણ નકારાત્મક અસર પડે છે. રેડિયેશનને કારણે કેન્સર, આર્થરાઈટિસ, અલ્ઝાઈમર અને હૃદય રોગ જેવા ગંભીર રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. નિષ્ણાતોના મતે, આંખની સમસ્યાઓની સાથે સાથે ન્યુરોડિજનરેટિવ ડિસઓર્ડરનું જોખમ રહેલું છે.


રેડિયેશન કેવી રીતે ઘટશે?


વ્યક્તિએ લાંબા સમય સુધી ફોન પર વાત કરવાનું ટાળવું જોઈએ. કારણકે લાંબા સમય સુધી ફોન પર વાત કરવાથી પણ રેડિયેશનને કારણે મગજના કોષો પર અસર થાય છે. તેથી ફોનને સ્પીકર પર રાખીને વાત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. જ્યાં સિગ્નલ ઓછુ મળતું હોય તે દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન સૌથી વધુ હોય છે. તેથી બેઝમેન્ટ અથવા લિફ્ટ જેવી જગ્યાએ ફોન કૉલ કરવાનું ટાળવું જોઈએ.


કેટલું રેડિયેશન હોવું જોઈએ


ફોનમાંથી ઉત્સર્જિત રેડિયેશન SAR મૂલ્યમાં માપવામાં આવે છે. SAR એટલે Specific Absorption Rate (ચોક્કસ શોષણ દર). ભારતમાં SAR મૂલ્યની મર્યાદા છે. નિર્ધારિત મર્યાદા અનુસાર ફોનનું રેડિયેશન લેવલ 1.6 વોટ પ્રતિ કિલોગ્રામથી વધુ ન હોવું જોઈએ. તે જ સમયે જો ફોનનું લેવલ આ મર્યાદાથી વધુ છે, તો તેનો અર્થ એ છે કે ફોન સ્વાસ્થ્ય માટે બિલકુલ સારો નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application