નગરમાં મેડિકલ સ્ટોર ચલાવતો વેપારી ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો

  • April 23, 2025 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અન્ય બે ના નામ ખુલ્યા


જામનગર શહેરમાં ક્રિકેટના સટ્ટાખોરોને પકડવા માટેનો પોલીસનો પકકડ દાવ ચાલુ છે, અને જામનગર શહેરમાંથી વધુ એક ક્રિકેટના સટ્ટાખોરને ઝડપી લેવાયો છે. શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવતો એક વેપારી પોતાના મોબાઈલ ફોનમાં ક્રિકેટનો સટ્ટો રમતાં પકડાયો છે, જેની પુછપરછમાં અન્ય બે વ્યક્તિના નામ ખુલ્યા છે.


જામનગરના નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા અને મેડિકલ સ્ટોર ચલાવતા આકાશ દેવાયતભાઈ છુછર નામના ૨૭ વર્ષના એક વેપારીને એસ.ટી. ડેપો રોડ પરથી સીટી એ. ડિવિઝન પોલીસે જાહેરમાં પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈ.ડી. પર આઇપીએલની ક્રિકેટ મેચનો સટ્ટો રમવા અંગે પકડી પાડ્યા છે, અને તેની પાસેથી રોકડ રકમ તેમજ મોબાઇલ ફોન સહિત રૂપિયા ૬,૨૮૦ ની માલમતા કબજે કરી છે.
પોલીસની પૂછપરછ દરમિયાન તેની પાસેથી ક્રિકેટના સોદાની કપાત કરનાર જામનગરના સુભાષભાઈ તેમજ ધરમેંન્દ્રભાઈ નામના અન્ય વ્યક્તિના નામ ખૂલ્યા છે, જે બંનેને ફરારી જાહેર કરાયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application