વડાપ્રધાને દિવાળી પર કરેલા વોકલ ફોર લોકલના આહવાનની દેશભરના બજારોમાં વ્યાપક અસર: ચીનને લગભગ ૧ લાખ ૨૫ હજાર કરોડ રૂપિયાના બિઝનેસનું નુકસાન
આ વર્ષે ધનતેરસ પર લગભગ ૬૦ હજાર કરોડ પિયાનો બિઝનેસ થયો હોવાનો અંદાજ છે. દેશભરમાં લગભગ ૨૦ હજાર કરોડ પિયાનું સોનું અને લગભગ ૨૫૦૦ કરોડ પિયાના ચાંદીની ખરીદી કરવામાં આવી હતી. લગભગ ૨૫ ટન સોનું વેચાયું હતું.
ધનતેરસના અવસર પર દેશભરના બજારોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને લોકોએ મન મુકીને ખરીદી કરી હતી. સોના–ચાંદી ઉપરાંત વાહનો, ઈલેકટ્રોનિક સાધનો, વાસણો, કપડાં સહિતની અન્ય ચીજવસ્તુઓની સારી ખરીદ–વેચાણ થઈ હતી. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએટી) અનુસાર, આ વર્ષે ધનતેરસ પર લગભગ ૬૦ હજાર કરોડ પિયાનો બિઝનેસ થયો હોવાનો અંદાજ છે. ગયા વર્ષે લગભગ ૫૦ હજાર કરોડ પિયાનું ટર્નઓવર થયું હતું. વ્યવસાયમાં ૨૦ ટકાનો ઉછાળો શકય છે.
ઓલ ઈન્ડિયા વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ ફેડરેશનના રાષ્ટ્ર્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે ભાવમાં વધારો થવા છતાં આ ધનતેરસમાં સોના અને ચાંદીનું જબરદસ્ત વેચાણ થયું છે. દેશભરમાં લગભગ ૨૦ હજાર કરોડ પિયાનું સોનું અને લગભગ ૨૫૦૦ કરોડ પિયાની ચાંદીની ખરીદી કરવામાં આવી હતી. લગભગ ૨૫ ટન સોનું વેચાયું, જેની કિંમત ૨૦ હજાર કરોડ પિયા છે. એ જ રીતે દેશભરમાં ૨૫૦ ટન ચાંદીનું વેચાણ થયું હતું, જેની કિંમત અંદાજે . ૨,૫૦૦ કરોડ છે. ગયા વર્ષે લગભગ . ૨૫,૦૦૦ કરોડનું ટર્નઓવર થયું હતું.
કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, વોકલ ફોર લોકલની દેશભરના બજારોમાં વ્યાપક અસર હતી. ચાઈનીઝ માલની ખરીદી ઓછી રહી. લગભગ તમામ ખરીદી માત્ર ભારતીય વસ્તુઓની જ કરવામાં આવી હતી. એક અનુમાન અનુસાર, દિવાળી સંબંધિત ચીની વસ્તુઓના વેચાણમાં ઘટાડો થવાને કારણે ચીનને લગભગ ૧ લાખ ૨૫ હજાર કરોડ પિયાના બિઝનેસનું નુકસાન થયું છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને દિવાળી પર વોકલ ફોર લોકલ માટે આહ્વાહન કયુ હતું.
ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી બોડી એફએડીએ અનુસાર, ધનતેરસ પર કાર અને ટુ–વ્હીલરના વેચાણમાં ૨૦ થી ૨૫ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. દશેરા દરમિયાન આ ઉછાળો ૫ થી ૧૨ ટકા સુધીનો હતો. દિવાળી પર વેચાણનો આ આંકડો લગભગ બમણો થઈ શકે છે. કારના વેચાણમાં ૧૦ ટકા અને ટુ–વ્હીલરના વેચાણમાં ૧૫ ટકાનો વધારો થવાનો અંદાજ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application10 દિવસમાં 3 કિલો વજન ઓછું કરવું છે તો કરો આ એક્સરસાઇઝ, શરીરને આપશે યોગ્ય આકાર
November 22, 2024 05:38 PMસુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફરી લગાવી ફટકાર, ટ્રકોના પ્રવેશને રોકવા માટે શું કર્યું
November 22, 2024 05:07 PMઅમન અરોરા પંજાબમાં AAPના અધ્યક્ષ બનશે, CM ભગવંત માને કરી જાહેરાત
November 22, 2024 05:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech