પોરબંદરની ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ ખાતે ‘બિઝનેશ કે રંગ, બચ્ચો કે સંગ શીર્ષક હેઠળ બિઝનેશ મેળો યોજાયો હતો.
ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના સ્પોર્ટસ મેદાન ખાતે પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ દ્વારા ‘બિઝનેશ કે રંગ, બચ્ચો કે સંગ’ શીર્ષક અંતર્ગત બિઝનેશ મેળોનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ૪૦ સ્ટોલમાં ફૂડ, ગેમ, રાઇડસ, સ્ટેશનરી, જવેલરી ઝોનમાં ૫૦૦ છાત્રોએ બિજનેશમેન તરીકે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ૮૦૦૦ જેટલા વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ આ વાણિજ્યમેળાને માણ્યો હતો.પોરબંદરની શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત છેલ્લા ૧૬ વર્ષથી શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર ઘડતરમાં જિલ્લામાં અનોખું સ્થાન ધરાવતી અને સમગ્ર જિલ્લામાં સૌથી વધુ ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત પોરબંદરની શ્રીમતી જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલ દ્વારા ‘બિઝનેશ કે રંગ બચ્ચો કે સંગ’ શીર્ષક તળે ‘એફ- ફોર ફન, ફ્રેઝી, ફન, ફેર’ બિઝનેશ મેળાનું આયોજન કરવામાં આવેલ હતું ગોઢાણીયા સંકુલના સ્પોર્ટસ મેદાન ખાતે છાત્રોએ વિવિધ વાનગી બનાવી હતી. વિવિધ સ્ટોલમાં વેચાણ કરી આત્મનિર્ભર બનવાની તાલીમ મેળવી હતી. શઆતમાં સ્કૂલના આચાર્યા ભાવનાબેન અટારાએ જણાવ્યું હતું કે છાત્રોને માત્ર પાઠયપુસ્તકમાં સૈધ્ધાંતિક જ્ઞાન આપવું પર્યાપ્ત નથી પણ છાત્રોને આપેલા સૈધ્ધાંતિક જ્ઞાન સાથે પ્રત્યક્ષ પ્રેકટીકલ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોફિટ,લોસ, સ્ટોક મેનેજમેન્ટ, સેલ્સમેનશીપ, માર્કેટીંગ સમજવા માટે સૌથી મોટુ પ્લેટફોર્મ મળશે. આ કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, પ્રોફિટ, લોસ, સ્ટોક મેનેજમેન્ટ, સેલ્શમેનશીપ માર્કેટીંગ સમજા માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ મળશે. આ પ્રેકટીકલ જ્ઞાન મળી રહે તે માટે આ બિજનેશ મેળાનું આયોજન કરવામાં આવેલ છે. તેમ જણાવી સૌને મીઠો આવકાર આપ્યો હતો.
આ પ્રસંગે પોરબંદર ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના આ બિઝનેશ મેળાનું રીબીન છોડીને પોરબંદરની માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણપ્રેમી ડો. વિરમભાઇ ગોઢાણીયાએ બિઝનેશ મેળાના છાત્રોને સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે વાણિજ્ય ક્ષેત્રે સ્પર્ધાત્મક યુગ ચાલી રહ્યો છે. તેમાં ડિગ્રીઓ ઓરીએન્ટેબલ નહી પણ સ્કીલ ઓરીએન્ટેબલની જબરી માંગ છે. હવે ગોખણિયું જ્ઞાન નહીં ચાલે ડીઝીટલ ટેકનોલોજીના યુગમાં કુશળતા પ્રાપ્ત કરવી પડશે. આ બિઝનેશ ક્ષેત્રે આ મેળો નવી દિશાના દરવાજા ખોલે છે. આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યુવા પેઢી મહત્વનુ યોગદાન આપે તે જરી છે. તેમણે બાળકોમાં છૂપાયેલી ક્ષમતાને વાલીઓ ઓળખી સહભાગી બનવાની શીખ આપી હતી અને ૪૦ જેટલા સ્ટોલના છાત્રો સાથે બિઝનેશ વિશે છાત્રો સાથે સંવાદ કરી પ્રેરણા પ્રોત્સાહન પુરુ પાડી અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે પોરબંદરની ગોઢાણીયા બી.એડ કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. એ. આર. ભરડાએ વિદ્યાર્થીઓમાં રહેલ બિઝનેશ અભિગમ અને સુષુપ્ત શક્તિઓની ખીલવણી માટે આ બિઝનેશ મેળો એક પ્રબળ માધ્યમ ગણાવી આત્મનિર્ભર બનવાના પ્રયાસને બિરદાવ્યો હતો. ગોઢાણીયા ઇંગ્લીશ મીડિયમ સ્કૂલના છાત્રો દ્વારા આ બિઝનેશ મેળામં ૪૦ જેટલા સ્ટોલમાં સેન્ડવીચ, પફ, કોલ્ડકોફી, ચીઝ પીઝા, કેક, વડાપાંઉ, ફ્રેંકી, બ્રાઉન પોપટી ચીપ્સ, ચાઇનીઝ ભેળ, ફૂદીના સોડા, બેકરી આઇટમ, મેગી, અમેરિકન મકાઇ મિકસ રાઇસ, ટોરો ફ્રાઇ સમોસા, લાઇવ ઢોકળા, ગ્રીલ સેન્ટ ચોકલેટ વેરાઇટી, પાણીપુરી, જ્યુસ મિલ્ક સેક, આમ ફૂડઝોન, ગેમઝોન, રાઇડસઝોન, સ્ટેશનરી ઝોન એટલે કે ફૂડ એટલે ફૂડ ગેમઝોન, એટલે કે ફૂફઝોન, ગેમઝોનમાં રાઇડસ, સ્ટેશનરી જવેલરીનો સમાવેશ કરવામાં આવેલ હતો. આ સ્ટોલમાં છાત્રોએ જાતે વાનગી બનાવી તેનો નફો રળી આત્મનિર્ભર બનવાની તાલીમ મેળવી હતી. છાત્રોએ જે નફો મળ્ો તેનો થોડો હિસ્સો ગરીબ લોકોની સેવામાં વાપરવાનો સંકલ્પ લીધો હતો. આ ભવ્ય બિઝનેશ મેળામાં ધોરણ ૧૦-૧૧ અને ૧૨ના ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ૪૦ જેટલા સ્ટોલમાં ભાગ લેનારનો શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર છાત્રોને ઇનામ આપી પ્રોત્સાહન પુરુ પાડવામાં આવ્યુ હતું. આ તકે ઇંગ્લીશ મિડિયમ સ્કૂલની ૧૬ વર્ષની શિક્ષણયાત્રાની કલીપનું ટ્રસ્ટના પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયાના હસ્તે વિમોચન કરવામાં આવ્યુ હતું. જે કલીપને મોટા સ્ક્રીન વડે વાલીઓએ નિહાળી હતી. આ વાણિજ્ય મેળાને ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના કે.જી.થી પી.જી. સુધીના છાત્રોએ નિહાળ્યો હતો. મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા સહિતના ટ્રસ્ટીગણે આજની યુવાપેઢી આત્મનિર્ભર બનાવાના આવા પ્રેકટીકલ કાર્યક્રમોને આવકારી અભિનંદન પાઠવ્યા હતા. આ ભવ્ય રીત ેયોજાયેલા આ બિઝનેશ મેળા કાર્યક્રમમાં ગોઢાણીયા મહિલા કોલેજના ડો. કેતનભાઇ શાહ, ગર્લ્સ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ શ્ર્વેતાબેન રાવલ, ગુજરાતી મીડિયમ સ્કૂલના આચાર્યા પૂજાબેન મોઢા, પ્રિ.પ્રાયમરી સ્કૂલના આચાર્યા અનિતાબેન પંડયા, ક્ધયા છાત્રાલયના એડમીનીસ્ટ્રેટર કિરણબેન ખુંટી, આઇ.ટી. કોલેજના ડાયરેકટર ધવલભાઇ ખેર, ચિત્રાબેન જુંગી, રણમલભાઇ કારાવદરા, દેવર્ષીબેન વિસાણા, યસભાઇ દાસાણી, નિયતિબેન મોઢવાડીયા, કાંધલભાઇ જાડેજા, કલ્પનાબેન જોશી, ડો. પ્રણાલીબેન જોષી, યોગા કોલેજના ડાયરેકટર જીવાભાઇ ખૂંટી, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઇ થાનકી, હિસાબી અધિકારી વિજયભાઇ થાનકી, દીપેનભાઇ જોષી, સંકુલના શિક્ષકો, પ્રોફેસરો સંકુલ પરિવારનો સ્ટાફગણ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને ૮૦૦૦ વાલીઓ સહિત વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં આ બિજનેશ મેળાને માણ્યો હતો. ગોઢાણીયા ઇંગ્લીશ મિડિયમ સ્કૂલના ઇનોવેટીવ પ્રિન્સીપાલ ભાવનાબેન અટારાના માર્ગદર્શન હેઠળ સુપરવાઇઝર સાવનભાઇ કોટેચા, દિવ્યાબેન કાલાણી, ભાવેશભાઇ મોઢા, વિશાલભાઇ લોઢારી સહિત ટીચીંગ સ્ટાફ તથા નોન ટીચીંગ પરિવારે ભારે જહેમત ઉઠાવી આ બિઝનેશ મેળાને દીપાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech