રાજકોટ માર્કેટ યાર્ડમાં તેજીનો પરપોટો ફૂટ્યો અનાજ–કઠોળ–તેલીબિયાંના ભાવમાં કડાકો

  • December 29, 2023 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ, પડધરી અને લોધિકા તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટ માર્કેટ યાર્ડમાં લગભગ સતત છેલ્લા છ મહિનાથી અનાજ, કઠોળ અને તેલિબિયાના ભાવ સરેરાશ વધવા જોઇએ તેનાથી વધુ પ્રમાણમાં વધી રહ્યા હતા, દરમિયાન ચાલુ કેલેન્ડર વર્ષના અંતે હવે આ તેજીનો પરપોટો ફટો છે અને ડિસેમ્બરના અંતે લગભગ તમામ જણસીઓના ભાવ ઘટીને વાસ્તવિક સ્થિતિએ આવી ગયા છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ અમુક જણસીઓમાં કૃત્રિમ તેજી હતી તેનો પરપોટો ફટી જતા ભાવ ઘટવા લાગ્યા છે. જો કે ભાવ ઘટવા છતાં વાસ્તવિક સપાટીએ પહોંચ્યા છે તેથી ખેડૂતોને વ્યાજબી ભાવ જ મળી રહ્યા છે, આમ છતાં ભાવ ઘટાડાનો ફાયદો જેમને મળવો જોઇએ તેવી બજાર શૃંખલાની અંતિમ કડી એવા ગ્રાહકોને મળતો નથી કેમકે યાર્ડમાં ભાવ ઘટવા છતાં દાણાપીઠ અને રિટેલ માર્કેટમાં ભાવ ઘટતા નથી. દરમિયાન આજે મગફળી અને કપાસના ભાવ પણ .૧૫૦૦ આજુબાજુ રહ્યા હતા.
વિદેશોમાં ક્રિસમસ વેકેશનના કારણે એકસપોર્ટર્સની લેવાલીનો અભાવ. વિદેશોમાં હાલ ક્રિસમસનું વેકેશન ચાલી રહ્યું હોય તેના કારણે વિદેશી બજારોની ડિમાન્ડ ઘટી છે જેની પણ અસર હોવાનું મનાય રહ્યું છે, વિદેશોમાં હાલ વેકેશન હોવાને કારણે એકસપોર્ટર્સની લેવાલીનો પણ એકંદરે અભાવ છે.


શિયાળો અને મકરસંક્રાતિ નજીક છતાં તલના ભાવમાં પણ ઘટાડો!

શિયાળાની ઋતુમાં તલની વિશેષ ડિમાન્ડ રહેતી હોય છે અને મકરસંક્રાતિ નજીક તો તલની વાનગીઓનો વધુ ઉપાડ થતો હોય સારી લેવાલીને લઇ ભાવ ઉંચકાતા હોય છે, આમ છતાં હાલ રાજકોટ માર્કેટ યાર્ડમાં તલના ભાવમાં પણ ઘટાડો થયો છે. દિવાળીએ ૩૫૦૦નો ભાવ હતો જે હાલ ધૂમ સીઝનમાં ઘટીને ૩૨૦૦થી ૩૩૦૦ થઇ ગયો છે.


જીરૂના ભાવ ૧૧૦૦૦થી ઘટીને ૭૦૦૦એ પહોંચ્યા

રાજકોટ માર્કેટ યાર્ડમાં હજુ આજથી છ મહિના પૂર્વે જીના ભાવમાં આસમાને આંબતી તેજી જોવા મળતી હતી અને પ્રતિ ૨૦ કિલોનો ભાવ ૧૧૦૦૦ સુધી પહોંચ્યો હતો જે હવે ઘટીને ૭૦૦૦ની વાસ્તવિક સપાટીએ આવી પહોંચ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application