રૈયામાં ૧૩૦ કરોડની સરકારી જમીન પરના દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું

  • March 14, 2024 02:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૈયા સર્વે નંબર ૩૧૮ ની સરકારી ખરાબાની જમીનમાં મોટા પ્રમાણમાં દબાણ થયા હોવાની ઊઠેલી ફરિયાદ પછી પશ્ચિમ ઝોન મામલતદાર શુકલની આગેવાની હેઠળની ટીમે આજે સવારે આ વિસ્તારમાં ઓપરેશન હાથ ધરીને બજાર ભાવ મુજબ અંદાજે પિયા ૧૩૦ કરોડની કિંમતની સરકારી જમીન દબાણ મુકત કરાવી છે. જિલ્લા કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ આજે સવારે બુલડોઝર અને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મામલતદાર ની ટીમ રૈયા સર્વે નંબર ૩૧૮ માં ત્રાટકી હતી અને અહીં ૩૦ જેટલા ઝૂંપડા તથા પાચ કાચા પાકા મકાનોના સ્વપમાં થયેલા દબાણો તોડી પડાયા હતા. ડિમોલિશનની કામગીરી વખતે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા પરંતુ પૂરતો પોલીસ બંદોબસ્ત હોવાના કારણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહી હતી. શાંતિનગરની બાજુમાં આવેલી આ જમીનમાં ૨૦,૦૦૦ ચોરસ મીટરમાં દબાણ હતું અને ચાર એકર જેટલી જમીન દબાણગ્રસ્તોની નજરમાં હતી પરંતુ આ દબાણ દૂર કરાયું છે. પશ્ચિમ ઝોન મામલતદાર મહેશભાઈ શુકલની રાહબરી હેઠળ હાથ ધરવામાં આવેલા આ ઓપરેશનમાં સર્કલ ઓફિસર મહીરાજસિંહ ઝાલા તલાટી શૈલેન્દ્રસિંહ રાણા મયુરભાઈ વઢવાણા રોહિણીબેન લાડવા સનેહલબેન ગઢવી વગેરે જોડાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News