ખારા તળાવ પાસેના ગેરકાયદે બાંધકામો કરાયા દૂર: તળાવ પાસે અમૃત યોજના 2.0 બનશે
દ્વારકામાં સ્થાનિક પ્રશાસન દ્વારા અનઅધિકૃત રીતે ખડકી દેવામાં આવેલા બાંધકામોને સ્વૈચ્છિક રીતે દૂર કરવા અગાઉ નોટીસો પાઠવવામાં આવી હતી, પરંતુ આ બાંધકામો સ્વેચ્છા દૂર ન કરાતા તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી આજે ગુવારે પણ યથાવત રહેવા પામી છે.
દ્વારકાના ખારા તળાવ પાસે આવેલા કાચા-પાકા મકાનો કે જે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ તે દૂર કરવા માટે તંત્ર દ્વારા નોટીસો પાઠવવામાં આવી હતી, પરંતુ આ બાંધકામો દૂર ન કરાતા ક્ષ્મણી મંદિર અને ખારા તળાવની આસપાસ આવેલા મકાનો તંત્ર દ્વારા બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીનો પ્રોજેકટસ અમૃત 2.0 આ ખારા તળાવ પાસે બનવાનો છે, આ પ્રોજેકટસ અંતર્ગત તમામ ઘરોને 100 ટકા કાર્યરત પાણીના નળ જોડાણ, 100 ટકા ગટર વ્યવસ્થા સામેલ છે. તેમ પ્રાંત અધિકારી અમોલ આપટે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
ગત મંગળવારે તંત્ર દ્વારા પાંચ જેટલા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અને ગઇકાલે બુધવારે પણ ક્ષ્મણી મંદિર સામેના ગેરકાયદેસર મકાનો દૂર કરાયા હતા, યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા, પોલીસ તંત્રને સાથે રાખીને ગઇકાલે વ્હેલી સવારથી જ ક્ષ્મણી મંદિર રોડ પર જમણી બાજુના કાચા ઝુંપડાના મકાનોને ડીમોલેશન કરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.
સરકારી તંત્ર દ્વારા એક મહિના પહેલા તમામ દબાણકતર્ઓિને નોટીસો ફટકારીને સાત દિવસમાં સ્વૈચ્છિક દબાણ હટાવી લેવા અલ્ટીમેટમ આપ્યું હતું, જે નોટીસોની મુદ્દત પૂરી થઇ ગઇ હોવા છતાં કોઇ કાર્યવાહી ન કરાતા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ એરપોર્ટ પર હુમલો કરવાનો નિષ્ફળ પ્રયાસ, ભારતના S-400 એ 8 મિસાઇલો તોડી પાડી
May 08, 2025 09:05 PMજસ્ટિસ વર્માનો રાજીનામું આપવાનો ઇનકાર, CJIએ રાષ્ટ્રપતિ અને PMને તપાસ રિપોર્ટ મોકલ્યો
May 08, 2025 08:34 PMજામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ
May 08, 2025 06:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech