જુના મોરબી રોડ પર આવેલા રોહિદાસપરામાં ઓરડીમાંથી ૧૦૦ કિલો ગૌમાંશના જથ્થા સાથે પોલીસે ભાઇ–બહેનને ઝડપી લીધા હતાં.પોલીસે બંને સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, જૂના મોરબી રોડ પર આવેલા રોહિદાસપરા–૧૧માં મહિલા–પુષ ગૌમાંસનું વેચાણ કરતા હોવાની જીવદયાપ્રેમીઓએ બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જે માહિતીના પગલે પીએસઆઇ એ.બી.ચૌધરી સહિતના સ્ટાફે દરોડો પાડો હતો. દરોડા દરમિયાન ઓરડીમાંથી માંસનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ઓરડીમાંથી મંજુ મનજી પરમાર નામની વૃદ્ધા અને તેનો ભાઇ મહેશ પણ મળી આવ્યા હતા. પોલીસે માંસનું ખરાઇ કરવા સાથે રાખેલા તબીબે માંસની ખરાઇ કરતા તે ગૌમાંસ હોવાનું જ જણાવ્યું હતું. બાદમાં ગૌમાંસનું વજન કરતા ૧૦૦ કિલો હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ગૌમાંસ અને કતલ કરવાના સાધનો કબજે કર્યા હતા. ગૌમાંસનું વેચાણ કરનાર મંજુ મનજીભાઇ પરમાર(ઉ.વ ૬૦) અને મહેશ પરમાર સામે પોલીસે આઇપીસી ૧૧૪, પશુ સંરક્ષણ અધિનિયમની કલમ હેઠળ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી છે. અને કબજે કરેલા ગૌમાંસનો મહાનગરપાલિકાને જાણ કરી નિકાલ કરવામાં આવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેન્દ્રીય મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સમૂહ લગ્નને લઈ કહી દિધી આ મોટી વાત
January 11, 2025 09:39 PMઅમદાવાદઃ અરિજિત સિંહ કોન્સર્ટ માટે મેટ્રો ટ્રેનના સમયમાં વધારો...જાણી લો સમય
January 11, 2025 08:42 PMઅમેરિકામાં આગ લાગવાથી ઇતિહાસનું સૌથી મોટું નુકસાન, 150 અબજ ડોલરની સંપત્તિ બળીને ખાખ
January 11, 2025 08:35 PMઅમદાવાદમાં HMPV વાયરસનો વધુ એક કેસ, કુલ કેસની સંખ્યા 4 થઈ
January 11, 2025 08:18 PMખ્યાતિ હોસ્પિટલ કૌભાંડ: ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના 16 જાન્યુઆરી સુધી રિમાન્ડ મંજૂર
January 11, 2025 08:13 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech