વીરપુર માં બહેનના સાસરે સારવાર લેવા ગયેલ ભાઈ પર ત્રણ શખ્સોએ હુમલો કરી ઢોર માર મારવાની ઘટના સામે આવી છે જેના ફટેજ પણ સામે આવ્યા છે સમગ્ર મામલે તાલુકા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી શખ્સોની અટકાયત કરી હતી. મારામારીની સમગ્ર ઘટનામાં સીસીટીવીમાં કેદ થઈ. વિજયભાઈ મોરી જે તેમની બહેનને ત્યાં તબિયત ખરાબ હોવાથી રોકાવા આવેલ તેઓ રાત્રે ૧૦ના અરસામાં કોઈને કીધા વગર ગોંડલ બાજુ જતા રોડ પર ચાલવા નીકળ્યા હતા અને ચાલતા ચાલતા વીરપુર નજીક ચરખડી પાટીયાથી પહેલા એક બાબારી પેટ્રોલ પપં પર પહોંચ્યા યાં તેમને તરસ લાગતા પેટ્રોલ પપં પર પાણી પીવા માટે ગયા હતા યાં પાણી પીતા સમયે ત્યા એક અજાણ્યા ભાઇ જે પેટ્રોલ પંપે કામ કરતા હતા તે આવેલ અને તેને પ્લાસ્ટીકના પાઇપના બટકાથી વિજયભાઇના શરીરે મુંઢ માર મારેલ અને બાદ તેના થોડીવારમા બીજા એક ભાઇ આવેલ અને તેને બે ત્રણ લાફા મારી અને બાદ થોડીવારમા ત્યા ત્રીજા એક ભાઇ આવેલ અને તેને પણ પ્લાસ્ટીક પાઇપના બટકાથી શરીરે મુંઢમાર માર માર્યેા હતો જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જે વિડીઓ સોસિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. ત્રણેય ઇસમોની ગોંડલ તાલુકા પોલીસે અટકાયત કરી. વધુ તપાસ હાથ ધરી છે.
માર માર્યા બાદ આ ત્રણ શખ્સમાંથી બે લોકો વિજયભાઈને તેના મોટર સાયકલ પર બનેવી કેશુભાઇના ઘરે મુકી ગયા હતા ઘરે પહોંચી વિજયભાઈએ બનેવી કેશુભાઇને આ બનાવ અંગે જણાવ્યું હતું. જે બાદ કેશુભાઈએ તપાસ કરતા આ શખ્શો વીરપુર પાસેના ચરખડી પાટીયાથી આગળ આવેલ બાબારી પેટ્રોલ પપં પર કામ કરનાર વ્યકતીઓ હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ વિજયભાઈએ ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી અને તાત્કાલિક અમિત રવજીભાઈ મહીડા રહે પીઠડીયા, ચંદ્રેશ મનસુખભાઇ ચાવડા રહે પીઠડીયા, અને બાબુ હરિભાઈ સાસિયા રહે પરબવાવડી વાળાની તાલુકા પોલીસે અટકાયત કરી લીધી છે. વધુ તપાસ ગોંડલ તાલુકા પોલીસના હેડ કોન્સ્ટેબલ કિશનભાઈ ચાવડા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech