રાજકોટમાં નાના મવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગની ઘટનામાં ૨૭ નિર્દેાષ લોકોના મૃત્યુ નિપયા હતા. આ ઘટનાને લઈને ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો જાહેરહિતની રિટ અરજી અને એડવોકેટ અમિત પંચાલ દ્રારા કરાયેલી રિટની શુક્રવારે સુનાવણી હાથ ધરી હતી. જેમાં ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર રાજકોટના બે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરો આનદં પટેલ અને અમિત અરોરાની આકરા શબ્દોમાં ટીકા કરી હતી. હાઈકોર્ટે બહત્પ માર્મિક ટકોર કરી હતી કે, 'આ બંને અધિકારીઓએ ખરેખર તો બધાની જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમને આ કણાંતિકાને લઈ હૃદયથી પસ્તાવો અને દોષભાવ થવો જોઈએ.'
ગુજરાત હાઇકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'જો તેઓએ(આ બંને મ્યુનિસિપલ કમિશનરોએ) આ બાબતમાં વ્યકિતગત ધ્યાન રાખ્યું હોત તો રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની દુર્ઘટના બની જ ના હોત અને નિર્દેાષ લોકોમાં તેમાં માર્યા ગયા ના હોત.' હાઇકોર્ટે બંને મ્યુનિસિપલ કમિશનરોને નોટિસ જારી કરી તેમની આ મામલામાં કઈ રીતે જવાબદારી બનતી નથી તે મુદ્દે જવાબ માંગ્યો છે.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે ભારે આલોચના કરતાં વધુમાં જણાવ્યું કે, 'એક મ્યુનિસિપલ કમિશનર (અમિત અરોરા) તો ગેમ ઝોનનાં ઉધ્ઘાટનમાં પણ ગયા હતા. તેના ફોટો વાઈરલ થયા છે. તેમાં કલેકટર પણ હતા. શું મ્યુનિસિપલ કમિશનરને આ ગેમ ઝોનના સ્ટ્રકચર વિશે ખ્યાલ ના આવ્યો. તેમણે શા માટે એલર્ટ ના કર્યા..?' તેઓએ શું આખં બધં કરી દીધી હતી? ખરેખર તેની તપાસ થવી જરી હતી. જેથી સરકારે ફરી એકવાર બચાવ કરવાનો પ્રયાસ કર્યેા કે, આ તેમની પરિવાર સાથેની અંગત મુલાકાત હતી.' ચીફ જસ્ટિસે સરકારને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, 'આ કઈં નાનો બનાવન ન હતો. તેઓ આમ કહી પોતાને નિર્દેાષ સાબિત કરી શકે નહીં. તેઓએ યારે મુલાકાત લીધી ત્યારે ગેમ ઝોનનું સંપૂર્ણ માળખુ તૈયાર હતું. આ એક સૌથી કમનસીબ બનાવ હતો અને વહીટવટીતત્રં ઉપર મોટા ધબ્બા સમાન છે. આ એક ખુબ જ દુ:ખદ બાબત છે, ત્યારે કમિટી તેમને શીરપાવ આપવાનો પ્રયત્નકરે છે. કમિટીના સભ્યો પણ અધિકારીઓ જ છે અને તેઓ પોતાના અધિકારીઓને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.'
સરકારે મ્યુનિસિપલ કમિશનરોનો બચાવ કરતાં પુનરોચ્ચાર કર્યેા કે, 'તેઓએ સત્તા તાબાના અધિકારીઓને આપી હતી અને તેમણે જાણ કરી નહોતી, તેથી તેઓને દોષી ના ગણી શકાય.' જો કે, ચીફ જસ્ટિસે આ બચાવને ફગાવતાં જણાવ્યું કે, 'તાબાના અધિકારીઓને સત્તા આપી દેવાથી જવાબદારી પૂરી થઇ જતી નથી. તેઓ કોર્પેારેશનના વડા હતા અને સમગ્ર મામલામાં ધ્યાન રાખવાની તેમની ફરજ અને જવાબદારી હતી.'
ચીફ જસ્ટિસે બંને મ્યુનિસિપલ કમિશનરોના વલણને લઈને પણ ઝાટકણી કાઢી હતી કે, 'આ બંને અધિકારીઓ (મ્યુનિસિપલ કમિશનર)ને કોઈ પસ્તાવાનો ભાવ જ નથી, તેઓ માફી માગવા પણ ઇચ્છુક નથી અને પોતાની જ બાબતને વ્યાજબી ઠેરવવાનો પ્રયાસ કરે છે. જો તેઓએ કાળજી રાખી હોત તો બનાવ અટકાવી શકાયો હોત. તેઓએ પોતાની વ્યકિતગત રીતે એફિડેવીટ ફાઈલ કરવી જોઈએ. જો તમારાથી કઈં ખોટું થયું હોત તો તમને દોષનો ભાવ થવો જોઇએ.'
હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, 'ટીઆરપી ગેમઝોનનું માળખું એક દિવસ કે થોડા મહિના નહીં, પરંતુ પૂરા બે વર્ષ સુધી ઊભુ રહ્યું હતું. આવા કોઇ એકાદ બે બનાવ નથી. સમગ્ર રાયમાં કયાંકને કયાંક કાયદાનો ભગં થઈ રહ્યો છે અને તે અવારનવાર છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech