બોલિવૂડની બેબોએ બોસ લુકમાં કર્યા બેબાક

  • November 30, -0001 12:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



બોલીવુડની ફેશન ક્વીન કહેવાતી કરીના કપૂર આ દિવસોમાં દોહામાં છે. જ્યાંથી અભિનેત્રીએ પોતાના સ્ટાઈલિશ બોસ લેડી લુકની એક ઝલક શેર કરી છે. જેમાં  ખૂબ જ સુંદર લાગી રહી છે.કરીના કપૂરે પોતાની સ્ટાઇલિશ તસવીરો ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. દોહામાં ઈવેન્ટ દરમ્યાનની આ કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. જેમાં તે કિલર પોઝ આપતી જોવા મળી હતી. આ તસવીરોમાં કરીના કપૂર આઇસ બ્લુ કલરનો ફ્લાવર પ્રિન્ટ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.  ગ્લોસી મેકઅપ, ઓપન હેર માં દેખાતી કરીના એ ચાહકોને દિવાના બનાવ્યા છે .એક્ટ્રેસની આ તસવીરો ફેન્સને એટલી પસંદ આવી રહી છે કે તે અપલોડ થતાની સાથે જ વાયરલ થવા લાગી છે.
કોમેન્ટ કરતી વખતે કેટલાક યુઝર્સ કરીનાને સ્ટનિંગ અને ક્વીન કહી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો કરીના કપૂર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની ફિલ્મ 'સિંઘમ 3'માં જોવા મળશે. જેમાં તેની સાથે અજય દેવગન જોવા મળશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application