યુઝર્સની પ્રાઈવસીને લઈને WhatsApp પર વધુ એક મોટું અપડેટ આવી શકે છે. આ નવા અપડેટ આવ્યા પછી કોઈ પણ વ્યક્તિ તમારી પરવાનગી વિના તમારા દ્વારા મોકલવામાં આવેલ ફોટો કે વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં સેવ કરી શકશે નહીં. માહિતી અનુસાર, આ એક નવું iOS અપડેટ છે, જે ટેસ્ટ ફ્લાઇટ બીટા પ્રોગ્રામ હેઠળ લાવવામાં આવ્યું છે. આ iOS માં WhatsApp અપડેટનું વર્ઝન 25.10.10.70 છે.
WhatsApp વધુ પ્રાઇવેટ બનશે
વોટ્સએપના આ નવા ફીચરથી તમારા દ્વારા મોકલવામાં આવેલા ફોટા અને વીડિયો કોઈ સેવ કરી શકશે નહીં અને યુઝર તમારી પરવાનગી વિના ચેટ અન્ય કોઈ યુઝરને ફોરવર્ડ પણ કરી શકશે નહીં. WhatsApp ની આ અદ્યતન ચેટ પ્રાઈવસી સુવિધા સાથે ચેટ ઘણી હદ સુધી પ્રાઇવેટ બની જશે. વોટ્સએપનું આ અપડેટ હાલમાં ટેસ્ટ ફ્લાઇટ એપ પર ઉપલબ્ધ છે. આ સુવિધાનું પરીક્ષણ કર્યા પછી તેને યુઝર્સ માટે અપડેટ કરી શકાય છે.
જો તમે તમારા ફોનમાં તેને મંજૂરી આપો છો તો જ WhatsApp યુઝર્સ આ સુવિધાનો ઉપયોગ કરી શકશે. જે વ્યક્તિ માટે તમે આ સેટિંગ ચાલુ કરવા માંગો છો તેની પ્રોફાઇલ પર જાઓ અને એડવાન્સ્ડ ચેટ પ્રાઇવસી વિકલ્પ પર ક્લિક કરો. આ સુવિધા વ્યક્તિગત ચેટ અને ગ્રુપ ચેટ બંને માટે છે. વોટ્સએપમાં આ સુવિધા disappearing થઈ જતા મેસેજ જેવી છે. તેને ચાલુ કરવાથી ચેટ ચોક્કસ સમય પછી આપમેળે ડિલીટ થઈ જાય છે.
WhatsApp માં ચેટ લોક
વોટ્સએપમાં ચેટ લોક ફીચર પણ ઉપલબ્ધ છે. આની મદદથી તમે તમારી ચેટ લિસ્ટમાંથી ચેટ ગાયબ કરી શકો છો. આ ચેટ શોધવા માટે સર્ચ બારમાં એક પાસવર્ડ દાખલ કરવો પડશે, જે તમે તમારી ચેટ છુપાવવા માટે દાખલ કર્યો છે, તે પછી જ છુપાયેલ ચેટ અનલોક થશે. આ પછી જ્યારે ચેટમાંથી બહાર નીકળો છો, ત્યારે તે ચેટ ફરીથી લોક થઈ જશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech