સીંગચમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો

  • September 14, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીક  ના સીંગચ  ગામમાં એક શખ્સ  મેડિકલ ની માન્ય ડીગ્રી નહીં ધરાવતો હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવા ની બાતમી ના આધારે પોલીસે દરોડો પાડી ને તેને ઝડપી લીધો હતો.

જામનગર એસ.જી પોલીસના સ્ટાફને બાતમી  મળી હતી કે સિંગચ  ગામમાં એક  શખ્સ પાસે મેડિકલ ની માન્ય  ડીગ્રી નહીં હોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરી રહ્યા છે. એથી પોલીસે દરોડો પાડયો હતો. અને દીપકકુમાર દલાલચંદ્ર શાહ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો.તેની પૂછપરછ મા તેની પાસે માન્ય મેડિકલ ની ડીગ્રી ન હતી.આથી પોલીસે તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી ને તેના દવાખાના માંથી સ્ટથસ્કોપ , બી પી.માપવા નું મશીન, દવા ઇન્જેક્શન વગેરે મળી કુલ રૂ.૪૨૮૦ ની કિંમત નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application