ગોંડલ તાલુકાનાં વેરી તળાવમાં નાખવામાં આવેલી પાઇપ લાઈનના વાલ્વમાં માથું ફસાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા લોકોના ટોળા એકઠા થયા હતા અને બનાવની જાણ પોલીસને થતા ગોંડલ પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે ખસેડી તપાસ હાથ ધરતા પોલીસની સઘન તપાસમાં યુવતિની હત્યા કરી લાશ તળાવમાં ફેંકી દીધી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસે હત્યા કરનારને સંકજામાં લઇ પુછપરછ હાથ ધરતા યુવતિ બગસરાની હોવાનું ખુલ્યું છે.
બનાવની પ્રા વિગત વેરી તળાવમાં નાખવામાં આવેલીપાઈપ લાઈન મારફતે પીવાનું પાણી શહેરને પૂં પાડવામાં આવે છે. છેલ્લાબે ત્રણ દિવસથી પાણી ધીમું આવતું હોવાનું ફરિયાદ ઉઠતા વોટર વર્કસનાં કર્મચારીઓ તળાવે પહોંચી કોઠામાં યાંથી પાઇપલાઇન દ્રારા પાણી સાત ટાંકીએ પંહોચતું હોય છે તે કોઠામાં તપાસ કરતા પાઇપલાઇનનાં વાલ્વમાં માથું ફસાયેલી હાલતમાં યુવતીનો મૃતદેહ નજરે પડો હતો. આથી, વોટર વર્કસના કર્મચારીએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ફાયર બ્રિગેડ દ્રારા સ્ટાફ દ્રારા મૃતદેહ બહાર કાઢી ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવતી આશરે ૨૦ થી ૨૨ વર્ષની લાગતી હતી. પીએમ રિપોર્ટમાં યુવતીની હત્યા થયાનું પ્રાથમિક તપાસમાં સામે આવતા રાજકોટ એલસીબીએ જુદી જુદી દિશામાં તપાસ હાથ ધરી હતી.જેમાં યુવતિ બગસરાની હોવાની ઓળખ થઇ હતી. અને પોલીસ હત્યા કરનાર અને તેના કારણ સુધી પણ પહોંચી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. યુવતી મૈત્રી કરાર કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech