Kuwait Fire: કુવૈતમાં 45 ભારતીયોના મૃતદેહની થઈ ઓળખ, એરફોર્સના વિમાન દ્વારા મૃતદેહોને લાવવામાં આવશે ભારત

  • June 13, 2024 11:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કુવૈત અધિકારીઓએ બિલ્ડિંગમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનોના મૃતદેહોની ઓળખ કરી છે. કુવૈતે આ ઘટનાની ત્વરિત તપાસ અને મૃતકોના મૃતદેહ મોકલવામાં સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે.


કુવૈત અધિકારીઓએ બિલ્ડિંગમાં આગ લાગવાથી મૃત્યુ પામેલા 45 ભારતીયો અને ત્રણ ફિલિપિંનોના મૃતદેહોની ઓળખ કરી છે. કેન્દ્રીય મંત્રી ઘાયલોને મળ્યા હતા. દક્ષિણના શહેર મંગફમાં બુધવારે છ માળની ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત થયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા.


દક્ષિણના શહેર મંગફમાં બુધવારે છ માળની ઇમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 49 વિદેશી કામદારોના મોત થયા હતા અને 50 અન્ય ઘાયલ થયા હતા. આ બિલ્ડિંગમાં 196 પરપ્રાંતિય કામદારો રહેતા હતા.


અંગ્રેજી અખબાર 'અરબ ટાઈમ્સ'ના સમાચાર અનુસાર, કુવૈતના પ્રથમ નાયબ વડા પ્રધાન, ગૃહ પ્રધાન અને સંરક્ષણ પ્રધાન શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે જણાવ્યું કે અધિકારીઓએ 48 મૃતદેહોની ઓળખ કરી છે. જેમાંથી 45 ભારતીયો અને ત્રણ ફિલિપિનો નાગરિકો છે. બાકીના મૃતદેહની ઓળખ કરવાના પ્રયાસો હજુ ચાલુ છે.


ભારતીય વાયુસેનાનું વિમાન મૃતદેહોને પરત લાવવા માટે તૈયાર

ભારતીયોના મૃતદેહને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું એક વિમાન તૈયાર રાખવામાં આવ્યું છે. એક સંરક્ષણ અધિકારીએ જણાવ્યું કે, કુવૈતમાં આગની ઘટનામાં જીવ ગુમાવનારા ભારતીય મૂળના લોકોના મૃતદેહોને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું C-130J સુપર હર્ક્યુલસ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ કુવૈત માટે રવાના થયું છે. આવતીકાલે પરત ફરવાની ઉમ્મીદ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application