ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા આજથી ધોરણ ૧૦ અને ૧૨ના કુલ ૧૫,૩૮,૯૫૩ વિધાર્થીઓની બોર્ડ પરીક્ષાનો પ્રારભં થયો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટેકિનકલ સિકયુરિટી સાથે સવારે ૯ વાગ્યા સુધીમાં તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રશ્નપત્રો પહોંચી ગયા હતા. રાયની ૫,૩૭૮ બિલ્ડિંગના ૫૪,૨૯૪ બ્લોક આજથી પરીક્ષા શરૂ થઈ વિધાર્થી અને વાલીઓ સાથે પરીક્ષા કામગીરી માટે સમગ્ર શિક્ષણ બોર્ડ, તમામ જિલ્લ ાના શિક્ષણના અધિકારીઓ, પોલીસ તંત્ર, એસટી નિગમ અને આરોગ્ય વિભાગ સહિત અંદાજે ૧ લાખ જેટલા અધિકારી–કર્મચારીઓને જોડવામાં આવ્યાં છે.
આજથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનો પ્રારભં થઇ રહ્યો છે. ૧૫ લાખથી વધુ વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપે છે. સવારે ૯ વાગ્યે પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચી ચુકયા હતા. ધોરણ ૧૦માં ૯, ૧૭, ૬૮૭ વિધાર્થીઓ છે. ધોરણ ૧૦માં પ્રથમ પેપર ભાષાનું છે. ૧.૬૫ લાખ વિધાર્થીઓ રિપિટર તરીકે પરીક્ષા આપશે. ધોરણ ૧૦માં ૮૪ ઝોનમાં ૯૮૧ કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. ૧૩૦થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે. ૪ જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરાયું. ધો – ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪, ૮૯, ૨૭૯ વિધાર્થી આપશે પરીક્ષા. ધો – ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧, ૩૨, ૦૭૩ વિધાર્થી પરીક્ષા આપશે. ૫૬ ઝોનમાં ૬૬૩ કેન્દ્રો પર પરીક્ષા વ્યવસ્થા ગોઠવાઇ. તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે. ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી. પરીક્ષામાં મોનિટરિંગ માટે ૧ લાખ અધિકારી – કર્મચારી તૈનાત. આજથી ધો.૧૦–૧૨ના ૧૫,૩૮,૯૫૩ વિધાર્થીઓની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં આ વખતે કુલ ૧૫,૩૮,૯૫૩ વિધાર્થી નોધાયા છે. ગત વર્ષની સરખામણીએ ૧.૧૦ લાખ વિધાર્થી ઘટયા છે. ગત વર્ષે ૧૬,૪૯,૦૫૮ વિધાર્થી નોંધાયા હતા. ધોરણ ૧૦માં નિયમિત વિધાર્થી ૭,૦૬,૩૨૧, ખાનગી નિયમિત ૧૨,૭૯૭, રિપીટર ૧,૬૫,૮૪૫, ખાનગી રિપીટર ૪,૫૭૦, આઈસોલેટેડ ૨૮,૧૫૪ મળી કુલ ૯,૧૭,૬૮૭ વિધાર્થી નોંધાયા છે. જેમાં ૩,૧૮૪ બિલ્ડિંગના ૩૧,૮૨૯ બ્લોકનો ઉપયોગ કરવામાં આવશે. ધોરણ ૧૨ સાયન્સમાં નિયમિત વિધાર્થી ૧,૧૧,૫૪૯ નોંધાયા છે, રિપીટર ૨૦,૪૩૮ મળી કુલ ૧,૩૧,૯૮૭ વિધાર્થી નોંધાયા છે, જેના માટે ૧૪૭ કેન્દ્ર પર ૬૧૪ બિલ્ડિંગના ૬,૭૧૪ બ્લોકનો ઉપયોગ કરાશે.ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં નિયમિત વિધાર્થી ૩,૮૦,૨૬૯, રિપીટર ૬૧,૧૩૦, આઇસોલેટેડ ૪,૯૪૦, ખાનગી નિયનિત ૨૯,૫૨૩, ખાનગી રિપીટર ૧૩,૪૧૭ મળી કુલ ૪,૮૯,૨૭૯ વિધાર્થી નોંધાયા છે. સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે ૫૦૬ કેન્દ્ર પર ૧,૫૮૦ બિલ્ડિંગના ૧૫,૭૫૧ બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષામાં આ વખતે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો ૩૦ ટકા પૂછાશે, અગાઉ ૨૦ ટકા પૂછાતા હતાં . બોર્ડની પરીક્ષામાં પ્રથમવાર ૭૦ ટકા પ્રશ્નોમાં જનરલ વિકલ્પ મળશે, જેથી વિધાર્થીઓને ફાયદો થશે. ગત વર્ષની સરખામણીએ આ વખતે કુલ પરીક્ષાર્થીઓમાં ૧.૧૦ લાખનો ઘટાડો થયો, પરીક્ષા બે દિવસ વહેલી શ થશે. ધો.૧૦માં ૩ વિષયમાં નાપાસ થનાર, ધો.૧૨ સા.પ્ર.માં ૨ વિષયમાં પુરક પરીક્ષા, ધો.૧૨ સાયન્સમાં તમામ વિષયની બે વખત પરીક્ષા, શ્રે પરિણામ પસદં કરી શકાશે. વિધાર્થી મોબાઇલ કે અન્ય સાહિત્ય ભુલથી પરીક્ષા ખંડમાં સુધી લઈ જશે તો, પેપર ખૂલ્યાં પહેલાં તે જમા કરાવવાની ખડં નિરીક્ષક દ્રારા તક અપાશે. દર વખતે ગેરહાજર વિધાર્થી હોય તો પણ પેપર તેના બેઠક સ્થાને મુકાતુ અને તે ૩૦ મિનિટ સુધી ત્યાં જ રહેતું, આ વખતે વધેલુ પેપર સીલ જ કરી દેવાશે, વિધાર્થી આવશે તો રોજકામ કરી તેને આપવામાં આવશે
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિધાર્થીઓને પાઠવી શુભેચ્છા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ધોરણ ૧૦ અને ૧૨ની આજથી શરૂ થઇ રહેલી બોર્ડની પરીક્ષામાં બેસનારા ગુજરાતના તમામ વ્હાલા વિધાર્થીઓને પરીક્ષામાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી છે. મુખ્યમંત્રીએ વિધાર્થીઓને પ્રેરણા આપતા કહ્યું છે કે આત્મવિશ્વાસ રાખશો તો પરીક્ષા સફળતા અને સિદ્ધિ મેળવવા માટેનો અવસર બની જશે. તમે બધા બોર્ડની પરીક્ષામાં સા પર્ફેાર્મ કરો. આગળ ઉચ્ચ કારકિર્દી તમારી રાહ જોઇ રહી છે. આ અમૃતકાળ વિધાર્થીઓના સપના સાકાર કરવાનો અને ઉવળ કારકિર્દી ઘડવાનો સ્વર્ણિમકાળ બને એવી શુભકામના પણ મુખ્યમંત્રીએ આપી છે
વિધાર્થીઓ માટે પોલીસ ખડેપગે
ધો–૧૦ અને ધો–૧૨ના વિધાર્થીઓ રસ્તામાં ટ્રાફિક જામમાં ફસાય, અકસ્માતનો ભોગ બને અને નાની મોટી ઈજા થાય કે તેઓની સ્લીપ કે અગત્યના કાગળો ખોવાઈ જાય તો પોલીસની મદદ મેળવી શકશે. આ માટે પોલીસ કંટ્રોલમના ૧૦૦ નંબર ફોન કરવાનો રહેશે. પોલીસ વિધાર્થીઓને મદદ કરીને પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડવા માટે મદદ કરશે. ડીસીપી કોમલ વ્યાસે જાહેરનામું પાડીને આદેશ જારી કર્યેા છે. ખાસ કરી બોર્ડના વિધાર્થીઓના કંટ્રોલમમાં આવતા ફોનને પહેલા પ્રાયોરીટી આપવા માટે પોલીસને સૂચના જારી કરાયો છે.
૬૬૬ સંવેદનશીલ કેન્દ્ર પર ૮૫ ટીમ સ્કવોડ તૈનાત
એકપણ પરીક્ષા કેન્દ્ર વર્ગ–૧ કે ૨ના અધિકારી વિનાબોર્ડની પરીક્ષા અન્વયે તમામ જિલ્લા કલેકટર દ્રારા તેમના તાબા હેઠળના જિલ્લ ામાં ફરજ બજાવતા વર્ગ–૧ અને ૨ના અધિકારીઓને પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેવાની ડયૂટી સોંપાઈ છે. એટલે કે, પરીક્ષા દરમિયાન એકપણ કેન્દ્ર એવું નહીં હોય કે, યાં વર્ગ–૧ અને ૨ના અધિકારીની ઉપસ્થિતિ ના હોય. રાયમાં ૬૬૬ જેટલા સંવેદનશીલ કેન્દ્રો છે. બોર્ડ દ્રારા સ્કવોડની કુલ ૮૫ ટીમ બનાવવામાં આવી છે. બોર્ડના વિધાર્થીઓને મદદ કરવા માટે સ્ટેન્ડ ટુ રહેશે તેવા આદેશો જારી કરાયા છે
આજથી ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનો પ્રારભં થયો છે. રાજકોટના ૮૦ હજાર મળી સૌરાષ્ટ્ર્રના ૬ લાખ વિધાર્થીઓ પરીક્ષામાં બેઠા છે. પરીક્ષા પૂર્વે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, ડીઈઓ નિલેશ રાણીપ સહિત પદાધિકારીઓ અને શિક્ષકો દ્રારા પરીક્ષાર્થીઓનું કુમકુમ તિલક, મીઠું મોઢુ અને ફત્પલ આપી સ્વાગત કરી ડર્યા વિના પરીક્ષા આપવા શુભેચ્છા આપી હતી. ન્યુએરા સ્કૂલ ખાતે પરીક્ષાર્થીઓનું સ્વાગત કરનાર વિધાર્થીઓએ હનુમાન ચાલીસાના પાઠના સ્મરણ સાથે વિધાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech