સેટઅપની ર૮૯ જગ્યાઓ આગામી દિવસોમાં ભરાશે-ડીએમસી: નવી ભરતીમાં કોઈ કચાશ રાખતાં નહીં: લાયકાત વાળાને પ્રમોશન આપો અને નવી ભરતીમાં યોગ્ય ઉમેદવારને તક આપો
જામનગર કોર્પોરેશનની જનરલ બૉર્ડની મળેલી મહત્વની બેઠકમાં ૧૦ વર્ષથી જીજી હૉસ્પિટલ સામેની દુકાનોની લીઝ રીન્યુ કરવા અંગેનો મામલો આવતાં આજે તે મંજૂર કરવામાં આવ્યો છે જ્યારે અતિ મહત્વના ગણાતા કોર્પોરેશનના ર૦૧પ બાદના સેટઅપને પણ મંજૂરી આપી દેવામાં આવી છે. ૩૦૪નું સેટઅપ હતું જેમાં ૧પ જગ્યા રદ થતાં ર૮૯ જગ્યા ઉપર સેટઅપની પ્રક્રિયા થશે.
આજે મેયર વિનોદ ખીમસુરિયાના અધ્યક્ષ સ્થાને મળેલી જનરલ બૉર્ડની બેઠક પહેલાં નગર સેવિકા રચના નંદાણિયાએ જીજી સામેની દુકાનો માટે થોડો સમય ધરણાં કર્યા, ત્યાબાદ જનરલ બૉર્ડમાં વિપક્ષી સભ્યોમાં જેનબ ખફીએ કહ્યું હતું કે, ઉદ્યોગકારોના રુા.૫૯ કરોડનો ટેકસ છે, ૧૮.૩૮ કરોડનું વ્યાજ છે એમાં વ્યાજ માફ કરો તો વાંધો નથી, પરંતુ એકને ગોળ અને બીજાને ખોળ જેવી સ્થિતિ ન અપનાવો, જીજી હૉસ્પિટલ સામેની દુકાનોના પ્રકરણમાં ચૅરિટી કમિશનરની મંજૂરી આવશ્યક છે તે લીધી નથી અને યોગ્ય કાર્યવાહી થાય તે જોવાની આપની ફરજ છે. તેના જવાબમાં સિટી ઈજનેર ભાવેશ જાનીએ કહ્યું હતું કે, ર૦૧૩થી ર૩ દરમિયાન દુકાનોનું ભાડું લેવાશે જેમાં નાના ગલ્લામાં ૪૦૦૦ હજાર અને મોટા માટે ૬૦૦૦ ભાડું લેવાશે.
જીજી હૉસ્પિટલની દુકાનોના પ્રકરણમાં શાસક પક્ષના જયેન્દ્રસિંહ (હકાભા) ઝાલાએ ચોંટદાર સવાલો કરતાં કરતાં કહ્યું હતું કે, ૧૦-૧૦ વર્ષ સુધી આ અંગે કેમ કોઈ કાર્યવાહી કરી નથી? લીઝ પૂરી થયાં બાદ કોર્પોરેશને શા માટે કાર્યવાહી ન કરી એમાં જવાબદાર કોણ? આવા પ્રશ્ર્નો પૂછીને એક સમયે અધિકારીઓને મુંઝવણમાં મૂકી દીધાં હતાં જ્યારે પૂર્વ મેયર બીનાબેન કોઠારીએ કહ્યું હતું કે, જામસાહેબે કેટલાંક પાકિસ્તાની આવેલાં તેઓને આ જમીન આપી હતી એટલે આપણે આમાં કંઈ લેવા દેવા નથી. ગુજરાત આયુ. યુનિ. સોસા. અને કોર્પો. વચ્ચે હાઈકોર્ટના કેસ બાદ સમજૂતી થઈ છે અને એમાં સાંસદ પૂનમબેન માડમે પણ આવકારદાયક મધ્યસ્થી કરી છે ત્યારે પ્રથમ ફલોરમાં સોશિયલ ઍક્ટિવીટી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
કોર્પોરેરટર અલ્તાફ ખફીએ કહ્યું હતું કે, ઑડિટ-સેક્રેટરી શાખાનું રજિસ્ટર નિભાવવામાં આવે છે કે કેમ? નવા લોકોને લો તો સુધી ભરતીથી લો અને યોગ્ય વ્યક્તિને લો. ર૦૧પમાં ૧૦૩પ નું સેટઅપ હતું અને ૪૮૮ જગ્યા ભરાઈ હવે ર૮૯નું રિવાઈઝ સેટઅપ છે એટલે ૧૩૩૯નું સેટઅપ થશે. આપણે ત્યાં પર્યાવરણ અધિકારી કે મુખ્ય હેલ્થ ડૉક્ટર પણ નથી. બીજી અનેક જગ્યા ખાલી છે ત્યારે તપન પરમારે સૂર પુરાવતાં કહ્યું કે, સિસ્ટમ એનાલિસ્ટની પોસ્ટ પર એમસીએ કર્મચારી હોવો ફરજિયાત છે, પરંતુ એમ થયું નથી તો જરુર ન હોય તો આ જગ્યા નાબૂદ કરી નાખો.
વિપક્ષના સભ્ય આનંદ રાઠોડે કહ્યું હતું કે, કોર્પોરેશનનું અહિત ન થાય તે માટે જીઆઈડીસી સાથે સમજૂતિ કરી છે અને સુવિધા પણ આપણે આપવી જોઈએ. અમોને ફાઈલ જોવા મળતી નથી તો હવે ઑન લાઈન ફાઈલ મૂકવી જોઈએ. જીઆઈડીસી દ્વારા ર૦૧૮માં કેસ દાખલ કરાયો હતો અને હવે તે પરાણે ભળ્યા છે ત્યારે જુનું ભૂલી જવું જોઈએ.
સ્ટે. કમિટિના ચેરમેન નિલેશ કગથરાએ કહ્યું હતું કે, જીઆઈડીસીવાળી મેટર કોર્ટમાં હતી ત્યારબાદ હાઈકોર્ટમાં ગઈ હતી અને કોર્પોરેશનનું અહિત ન થાય તે રીતે અમે સમજૂતી કરી છે. લાંબા સમયથી આ પ્રશ્ર્ન પૅન્ડિંગ હતો તે હવે ઉકેલાશે એટલે કે, ઔદ્યોગિક વસાહત ર અને ૩ રેસિડેન્સ ઝોનના ઉદ્યોગકારો માટે વ્યાજ માફીની સ્કિમ આપવા દરખાસ્ત આપણે સર્વાનુમતે લાવીએ છીંએ. સિટી ઈજનેરની જગ્યા માટે ભાવેશ જાનીની નિમણૂં કરવા સર્વાનુમતે ઠરાવ કરાયો હતો.
ખાસ કરીને જીજી હૉસ્પિટલ સામેની દુકાનોના મામલે થોડો હોબાળો થયો હતો પરંતુ ખરેખર તો આ દુકાનોની માલિકી જામ સાહેબની હતી એમણે આયુ. સોસાયટીને આપી હતી અને હવે આ દુકાનો ત્યાંથી હટાવીને રસ્તો પહોળો કરવામાં આવશે અને દુકાનો ઉપર સોશિયલ ઍક્ટિવીટી માટે સાંસ્કૃતિ હૉલ કરવામાં આવશે.
આ જનરલ બૉર્ડમાં ઑડિટના સેટઅપ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ડીએમસી ગોહિલે કહ્યું કે, ભરતીની નવી કાર્યવાહી કાયદેસર નિયમ મુજબ કરવામાં આવશે. લાયકાતને પણ જોવાશે, મારા ધ્યાને કેટલાંક કર્મચારી આવ્યા છે તેમને વર્ષોથી પ્રમોશન મળ્યું નથી.
વિપક્ષી નેતા ધવલ નંદાએ કહ્યું હતું કે, કોર્પો.ની મુખ્ય જગ્યા ખાલી છે તેમાં પણ કોઈ ભેદ ભાવ રાખ્યા વિના ભરતી કરજો અને નવા સેટપઅની ઝડપી અમલવારી થાય તેના માટે પ્રયાસ કરજો. વિપક્ષ હંમેશા સારા કામમાં આપની સાથે જ છે ત્યારે મહાપાલિકાની મુખ્ય જગ્યાઓ તાત્કાલિક ભરવા ફરીથી માંગણી કરી હતી.
***
કોર્પોરેશનમાં ર૯ ટકા કર્મચારી કાયમી છે
નવા સેટઅપ અંગે ચર્ચાના પ્રશ્ર્ને બોલતાં નવા ડીએમસી ગોહિલે જણાવ્યું હતું કે, નવી ભરતી નિયમ મુજબ થશે, હાલમાં ર૯ ટકા કર્મચારીઓ જ કાયમી છે તે મને ખબર છે. કેટલાંક લોકો કોન્ટ્રાક્ટ ઉપર છે. એટલું જનહીં અમુક કર્મચારીઓને વર્ષોથી પ્રમોશન મળ્યું નથી તે પણ ધ્યાનમાં લેવામાં આવશે. ખાસ કરીને નવી ભરતીમાં લાયકાત મુજબ જે જે વ્યક્તિ હશે તેમની ભરતી કરાશે. ૩૦૪ના સેટઅપમાં ૧પ જગ્યા રદ્ કરાઈ છે તેમ ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ધ્યાન દોર્યું હતું તેથી ર૮૯ જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech