સામાન્ય રીતે અકસ્માત કે અન્ય ગંભીર બીમારીમાં દર્દીને લોહીની જરૂર પડતી હોય છે અને બ્લડ બેન્કમાંથી બ્લડ લાવીને તેને ચડાવાતું હોય છે પણ તાજેતરમાં રાજકોટની લાઈફ બ્લડ સેન્ટરમાં એક અનોખો કિસ્સો આવ્યો હતો અને માતાના ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવાયું હતું.માતાના ગર્ભમાં રહેલા બાળકને અમુક કારણોસર લોહીની ટકાવારી ઓછી થઈ જતી હોય છે. તે બાળકના માથામાં રહેલી એક નસ માં લોહીની અવર–જવરની ગતિ સોનોગ્રાફી વડે ખબર પડે છે. પછી વિવિધ પ્રકારના પરીક્ષણો પછી લોહી ચડાવવાનું ડોકટર નકકી કરે છે. બાળક અને માતાને જોડતી નાળમાં એક સ્પેશિયલ સિર્રીજથી આ લોહી ચડાવવાનું હોય છે.
આવો જ એક કિસ્સો લાઈફ બ્લડ સેન્ટરમાં આવ્યો હતો. જેમાં ગર્ભમાં રહેલા બાળકને લોહી ચડાવવાનું હતું. તબીબી ભાષામાં તેને ઈન્ટ્રાયુટેરીન ટ્રાન્સફયુઝન કહેવાય છે. આ બાળકને ગર્ભમાં કમળો અને લોહીની ટકાવારી ઓછી હતી. માતાના લોહીના સેમ્પલમાં અનઅપેક્ષિત એન્ટીબોડીની તપાસ થયેલ.બાળક અને માતાના લોહીના બધા જ પરીક્ષણો કર્યા પછી લાઈફ બ્લડ સેન્ટરના તબીબોએ તેને ઓ નેગેટીવ આઈઆર–એલડી–આરસીસી આપેલ હતું. ગર્ભમાં રહેલા લોહી ચડાવવાની પ્રક્રિયા બાદ બાળકના લોહીની ટકાવારીમાં સુધારો જાણવા મળ્યો હતો.
લાઈફ બ્લડ સેન્ટરના મેડિકલ ડિરેકટર ડો.સંજીવ નંદાણીના જણાવ્યા અનુસાર, એકસ–રે–બ્લડઈરેડિએટર નામનું અધતન મશીનની મદદથી ખૂબ ઓછી રોગ પ્રતિકારક શકિત ધરાવતા દર્દી, તાજા જન્મેલા બાળક, કેન્સરના દર્દી, અગં પ્રત્યારોપણ કરાવનાર દર્દીઓને પ્રક્રિયા પામેલું રકત ચડાવવું સલામત બન્યું છે.લાઈફ બ્લડ સેન્ટર પાસે ફલી ઓટોમેટેડ ટેકનોલોજી છે. જેના દ્રારા બધા રકતાદાતાનું બ્લડ ગ્રુપ અને એમના રકતમાં કોઈ એબ્નોર્મલ એન્ટીબોડી હોય તો તેની તપાસ કરવામાં આવે છે. આ માટે પણ આધુનિક ટેસ્ટીંગ સિસ્ટમનો ઉપયોગ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech