લોહી જીવ બચાવવા માટે છે વેચીને નફો કમાવા માટે નહી

  • January 05, 2024 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હોસ્પિટલો અને ખાનગી બ્લડબેંકોમાં રકત માટે મોટી રકમ વસૂલવાનું બધં કરવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકારના આ નિર્ણયને કારણે હવે રકત માટે રકત આપવાની જર નહીં પડે. બ્લડ બેંક અથવા હોસ્પિટલમાંથી રકત લેવા માટે પ્રોસેસિંગ ફી સિવાય અન્ય કોઈ પણ પ્રકારનો ચાર્જ વસુલવામાં આવશે નહીં. આ માટે સરકારે ખાસ નિર્દેશ આપતા કહ્યું છે કે, રકત વેચવા માટે નથી હોતું. આ માટે સમગ્ર દેશની બ્લડ બેંકો માટે ખાસ એડવાઈઝરી જારી કરવામાં
આવી છે.

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આ નિર્ણય સાથે નેશનલ બ્લડ ટ્રાન્સયુઝન કાઉન્સિલની સુધારેલી માર્ગદર્શિકાનું પાલન કરવા જણાવ્યું છે. હાલમાં, મોટાભાગની હોસ્પિટલો અને બ્લડ બેંકોમાં, યારે પણ દર્દીને રકતની જર પડે છે, ત્યારે તેના સંબંધીઓ અથવા પરિચિતોએ રકતદાન કરવું પડે છે. હવે સરકારે નવા નિયમ બનાવ્યા હોવાને કારણે દર્દીઓ અને તેના પરિવારજનોને રકત પ્રાિ અર્થે ખૂબ જ સરળતા રહેશે.

રકતદાન ન કરવાના કિસ્સામાં ખાનગી હોસ્પિટલો અને બ્લડ બેંકો પ્રતિ યુનિટ સરેરાશ ૨૦૦૦ થી ૬૦૦૦ પિયા વસૂલે છે. આ ઉપરાંત જે બ્લ્ડ ગ્રુપ મેળવવું દુર્લભ કે મૂશ્કેલ હોય તેવા કિસ્સામાં આ ફી ૧૦ હજાર પિયાથી વધુ રહેતી હોય છે. હવે નવી માર્ગદર્શિકા અનુસાર આ પ્રકારની વસૂલાત કરવામાં આવશે નહીં. માત્ર પ્રોસેસિંગ ફી વસૂલવામાં આવશે. જે રકત અથવા લોહીના ઘટકો માટે .૨૫૦ થી .૧૫૫૦ની વચ્ચે હશે. આખા રકત અથવા પેકડ લાલ રકતકણો માટે ૧૫૫૦પિયા યારે પ્લામા અને પ્લેટલેટસ માટે ૪૦૦પિયા પ્રતિ પેક ચાર્જ રહેશે. તબીબી નિષ્ણાંતોના મતે આ નિર્ણયથી દર્દીઓને ફાયદો થશે. ખાસ કરીને એવા દર્દીઓ કે જેઓને થેલેસેમિયા, સિકલ સેલ એનિમિયા જેવા રકત વિકારને કારણે નિયમિત રકત ચઢાવવાની આવશ્યકતા રહે છે અથવા તો જેઓ સર્જરી કરાવવાના છે. આવા કિસ્સાઓમાં, ઘણી વખત સંબંધીઓ અથવા પરિચિતો માટે રકતદાન કરવું શકય નથી. સરકારના આ નિર્ણયથી ખાનગી હોસ્પિટલોમાં રકત માટે વસુલવામાં આવતા મનસ્વી ચાર્જ પર અંકુશ આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application