હડમતીયા ગોલીડા પાસે ભુંડ આડું આવતા બાઇક સ્લીપ: પીપળિયાના યુવાનનું મોત

  • November 11, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હડમતીયા ગોલીડા ગામે બાઇક આડે ભૂંડ આવતા બાઇક સ્લીપ થઇ ગયું હતું આ અકસ્માતમાં ચોટીલાના પીપળીયા ગામે રહેતા કૌટુંબિક ત્રણ કૌટુંબિક ભાઇઓને ઇજા પહોંચી હતી.જેથી તેમને સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું મોત થયું હતું.તહેવાર સમયે જ યુવાનનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં ખુશીન માહોલ માતમમાં બદલાઇ ગયો હતો.


અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,હડમતીયા ગોલીડા ગામ પાસે રાત્રીના ત્રીપલ સવારી બાઇક આડે ભૂંડ આવતા બાઇકચાલકે કાબુ ગૂમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઇ ગયું હતું જેથી બાઇકમાં સવાર બાબુ જીવાભાઇ પંચાલ(ઉ.વ ૨૮),બાબુ નથુભાઇ પંચાલ(ઉ.વ ૩૫) તથા રમેશ કમાભાઇ પંચાલ(ઉ.વ ૩૮) રોડ પર પટકાતા તેમને ઇજા પહોંચી હતી.ઇજાગ્રસ્ત ત્રણેય યુવાનને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.જયાં ટૂંકી સારવાર બાદ બાઇક ચાલક રમેશ કમાભાઇ પંચાલનું મૃત્યુ થયું હતું.જેથી હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી હતી.
​​​​​​​
અકસ્માતની આ ઘટના અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ,ત્રણેય યુવાનો ચોટીલાના પીપળીયા ગામના વતની છે અને તેઓ કૌટુંબિક ભાઇઓ છે.ત્રણેય ગોલીડા હડમતિયા ગામે રમેશની બહેનના ઘરે આવ્યા હતાં.અહીં વાડીએથી માંડવી લઇ પરત જતા હતાં.દરમિયાન આ ઘટના બની હતી.અકસ્મતમાં મોતને રમેશને સંતાનમાં એક પુત્ર અને બે દિકરી હોવાનું જાણવા મળ્યું છે.બનાવના પગલે તહેવારના દિવસોમાં યુવાનના પરિવારમાં માતમ છવાય ગયો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application