ગોંડલમાં ગેસ સિલિન્ડર ફાટતાં પાછળ આવી રહેલ બાઈકચાલકનું મોત

  • April 06, 2024 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગોંડલ  અનિડા ભાલોડી રોડ પર અકસ્માતની વિચિત્ર ઘટના બની હતી જેમાં રોડ પર પસાર થઈ રહેલી  ઈકો ગાડીનો બાટલા ફાટતા પાછળ બાઈક પર આવી રહેલો યુવાન ભળભળ સળગવા લાગ્યો હતો. ગંભીર હાલતમાં યુવાનને સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. યાં તેમનું સારવાર દરમિયાન  મોત નિપજતાં તેમના મૃતદેહને પોસ્ટ મોટર્મ માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે  તાલુકા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

પ્રા વિગતો મુજબ, ગોંડલના માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલી શિવમ પાર્ક રેસીડેન્સીમાં રહેતો કિશન અશ્ર્વિનભાઈ અગ્રાવત નામનો યુવાન બુધવારે સાંજના સમયે પોતાનું કામ પુ કરી અનિડા ભાલોડિથી પોતાના ઘરે ગોંડલ જઈ રહ્યો હતો ત્યારે તેમના બાઈકની આગળ જઈ રહેલી ઈકો ગાડીમાં ગેસનો બાટલો ફાટતાં આગ લાગી હતી. જેથી કિશન આખા શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી તેમને સારવાર માટે રાજકોટની ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ત્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજતાં પરિવારમાં અરેરાટી મચી ગઈ છે. કિશનના પિતા હયાત નથી અને પોતે બે ભાઈમાં નાનો હતો તેમજ ધોરણ ૧૨ પુ કરી પોતે આઈટીઆઈમાં અભ્યાસ કરતો હતો તેમજ પોતે અનિડા ભાલોડિ ખાતે નોકરી કરતો હતો. યારે નોકરી પરથી પરત ફરતો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. બનાવ બાદ ઈકોનો ચાલક પણ કાર રેઢી મુકી ફરાર થઈ ગયો હતો.બાટલો ફાટતા ઇકો કાર ને પણ નુકસાન થયુ છે. બનાવ અંગે તાલુકા પોલીસે ઈકોના નંબર પરથી ચાલકની શોધખોળ શ કરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application