ટ્વિટરનું મોટું પગલું, ભારતમાં પાકિસ્તાન સરકારનું ટ્વિટર એકાઉન્ટ કરાયું બ્લોક

  • March 30, 2023 11:03 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


એક મોટું પગલું ભરતા ટ્વિટરે ભારતમાં દેખાતા પાકિસ્તાન સરકારના સત્તાવાર ટ્વિટર હેન્ડલને બ્લોક કરી દીધું છે. હવે પછી પાકિસ્તાન સરકારનુ સત્તાવાર ટ્વિટર ભારતમાં જોવા નહીં મળે. દેશના કાયદાને ટાંકીને ભારતે પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને બ્લોક કરવાની માંગ કરી હતી.


જોકે, પાકિસ્તાન સરકાર ૠજ્ઞદજ્ઞિંરઙફસશતફિંક્ષનું ટ્વિટર હેન્ડલ ભારતમાં બ્લોક થયા બાદ યુએસ અને કેનેડામાં જોઈ શકાય છે. એવું નથી કે ટ્વિટર દ્વારા આવું પગલું પહેલીવાર લેવામાં આવ્યું છે. આ પહેલા પણ સોશિયલ મીડિયા કંપ્નીએ આ એકાઉન્ટને બ્લોક કરી દીધું હતું.


ટ્વિટર દ્વારા લેવામાં આવેલા આ પગલા બાદભારત અને પાકિસ્તાનના આઈટી મંત્રાલયનો સંપર્ક કર્યો હતો, પરંતુ બંને સરકાર તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.


અહેવાલ મુજબ, આ ત્રીજી વખત છે જ્યારે પાકિસ્તાનના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં જોવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ જુલાઈ 2022 માં, પાકિસ્તાન સરકારના ટ્વિટર એકાઉન્ટને ભારતમાં પ્રતિબંધિત કરવામાં આવ્યું હતું, જોકે પછીથી તે ફરીથી દેખાવા લાગ્યું હતું.

ગયા વર્ષે જૂનમાં, ટ્વિટર ઈન્ડિયાએ ભારતમાં સંયુક્ત રાષ્ટ્ર, તુર્કી, ઈરાન અને ઈજિપ્તમાં પાકિસ્તાની દૂતાવાસોના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ્સને બ્લોક કરી દીધા હતા. આ સાથે ભારતે ભારત વિરોધી નકલી માહિતી ફેલાવવા બદલ પાકિસ્તાનથી ચાલતી ઘણી યુટ્યુબ ચેનલો અને ફેસબુક એકાઉન્ટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application