પોર્ટલમાં છટકબારી: સૌ.યુનિ.ના LLMના મેરિટ લિસ્ટમાં મોટા ગોટાળા

  • June 27, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

\
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઈટ પર એલએલએમ એડમિશન 2024 -25 નું મેરીટ લીસ્ટ મૂકવામાં આવતાની સાથે જ ભારે હોબાળો મચી જવા પામ્યો છે. વિદ્યાર્થીઓના મોટા સમૂહે આ સંદર્ભે કુલપતિ અને રજીસ્ટાર સમક્ષ રજૂઆત કરી ગોટાળાથી ભરપુર આ મેરીટ લીસ્ટ હટાવીને નવેસરથી સુધારેલું સાચું મેરીટ લીસ્ટ મુકવા માગણી કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અત્યારે ચોઈસ બેઈઝ ક્રેડિટ સિસ્ટમ (સીબીસીએસ) અંતર્ગત અભ્યાસક્રમ સ્વીકારવામાં આવ્યો છે અને જ્યારે કોઈ વિદ્યાર્થી એક થી છ તમામ સેમેસ્ટર પાસ કરે ત્યારબાદ તેને માર્કશીટ આપવામાં આવતી હોય છે. તમામ સેમેસ્ટરના એગ્રીગેટ માર્ક તેમાં દશર્વિવામાં આવતા હોય છે અને તેના આધારે જ પર્સન્ટેજની ગણતરી કરવામાં આવતી હોય છે. આ વર્ષે ગુજરાત સરકારે પોર્ટલમાં રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવતા તેમાં અમુક વિદ્યાર્થીઓએ કળા કરીને પોતાને જે સેમેસ્ટરમાં વધુ માર્ક આવ્યા હોય તેના માર્ક દશર્વિીને રજૂ કરવામાં આવે છે અને તેનો સ્વીકાર પણ થઈ જાય છે. એકમાત્ર સેમેસ્ટર છ માં 500 માંથી સારા માર્ક મેળવનાર વિદ્યાર્થીઓ માત્ર સેમેસ્ટર છ ની માર્કશીટ રજૂ કરે છે અને એગ્રીગેટ 3000 માર્ક મુજબની ટકાવારીની વાત કરતા નથી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે યુનિવર્સિટીના સત્તાવાળાઓ પણ તેનું વેરિફિકેશન કયર્િ વગર મેરીટ લીસ્ટ તૈયાર કરી દે છે.ગોટાળાવાળા મેરીટ લીસ્ટના કારણે અન્યાયનો ભોગ બનનાર વિદ્યાર્થીઓએ આ મામલે ડિપાર્ટમેન્ટના હેડ પાસે માર્કશીટ વેરિફિકેશનની માગણી કરી ત્યાર પછી નવું મેરીટ લીસ્ટ મૂકવા જણાવ્યું છે.
વધુ નોંધપાત્ર અને આશ્ચર્યજનક બાબત તો એ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલતા એલ.એલ.એમના બંને ભવનમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ફોર્મ ભયર્િ છે અને બંને ભવનના મેરીટ યાદીમાં વિદ્યાર્થીઓની ટકાવારીમાં તફાવત આવે છે એક ભવને વિદ્યાર્થીઓના માર્ક વેરીફાઇ કરીને મેરીટ યાદી બનાવી છે. જ્યારે બીજા ભવન એટલે કે (એચ. આર. એન્ડ આઈએચએલ) ભવને ડોક્યુમેન્ટ કે માર્કશીટની વેરીફીકેશન કયર્િ વગર મેરીટ લીસ્ટ બનાવીને મૂકી દીધું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application