Palamu Blast: ચોથા તબક્કાના મતદાન પહેલા પલામુમાં મોટો અકસ્માત, વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ચારનાં મોત

  • May 12, 2024 11:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઝારખંડમાં લોકસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ એક મોટી દુર્ઘટના બની છે. અહીં પલામુમાં વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ઘાયલ થયાના સમાચાર છે. પોલીસે જણાવ્યું કે વિસ્ફોટ મનાતુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભંગારના વેપારી પર થયો હતો. માહિતી આપતા એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે રાજધાની રાંચીથી લગભગ 190 કિમી દૂર આ દુર્ઘટના થઈ.


પલામુના પોલીસ અધિક્ષક (એસપી) રેશ્મા રમસને મીડિયા સાથે વાત કરતા માહિતી આપતાં જણાવ્યું કે વિસ્ફોટમાં ત્રણ સગીર સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. આ મામલે તપાસ ચાલુ છે


આ ઘટના પલામુ સહિત ચાર સીટો પર લોકસભા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ બની હતી. પલામુના પોલીસ અધિક્ષક (એસપી) રેશ્મા રમસને મીડિયા સાથે વાત કરતી વખતે માહિતી આપતા કહ્યું કે આ ઘટનામાં ત્રણ સગીર સહિત ચાર લોકોના મોત થયા છે.




પલામુના પોલીસ અધિક્ષક (એસપી) રેશમા રમસને પણ કહ્યું કે અમે બોમ્બ વિસ્ફોટની સંભાવના સહિત દરેક પાસાઓથી ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. મળતી માહિતી મુજબ, શંકાસ્પદ બ્લાસ્ટમાં મોટુ અંસારી નામના વ્યક્તિનું મોત થયું છે. જેમાં 4 બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. મનાતુ પોલીસ સ્ટેશનના પ્રભારી નિર્મલ ઉરાં મામલાની તપાસ માટે તેમની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા છે.


ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિસ્ફોટમાં ઘાયલ થયાની માહિતી મળતા જ પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. હોસ્પિટલમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application