ગાઝા અને હમાસ વચ્ચે તફાવત કરવા બાઈડેનની નેતન્યાહુને સુફિયાણી સલાહ

  • October 30, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઈઝરાયેલ–હમાસ યુદ્ધને ૨૫ દિવસ થઈ ગયા છે. બંને પક્ષોના ૯,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે.યુદ્ધની વચ્ચે અમેરિકી રાષ્ટ્ર્રપતિ જો બાઈડને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને કહ્યું કે ઈઝરાયેલને પોતાનો બચાવ કરવાનો અધિકાર છે, તેમ છતાં તેણે આંતરરાષ્ટ્ર્રીય માનવતાવાદી કાયદા અનુસાર કામ કરવું જોઈએ, જે નાગરિકોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે ઇઝરાયલે હમાસ અને ગાઝાના નાગરિકો વચ્ચે તફાવત કરવો જોઇએ. આ ચેતવણી ત્યારે આવી યારે વિશ્વભરના નેતાઓએ ગાઝામાં માનવતાવાદી સહાય માટે સતત અવાજ ઉઠાવ્યો અને ત્યાંની પરિસ્થિતિ તરફ વિશ્વનું ધ્યાન દોયુ. યુનાઈટેડ નેશન્સે એમ પણ કહ્યું હતું કે ગાઝામાં નાગરિક વ્યવસ્થા તૂટી પડવાની શઆત થઈ છે કારણ કે હજારો લોકોએ ઘઉં, લોટ અને અન્ય પુરવઠો લઈ ત્યાં ખાધ ગોદામોમાં તોડફોડ કરી હતી. હમાસની આગેવાની હેઠળના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ૭ ઓકટોબરથી ગાઝામાં ઇઝરાયેલી સંરક્ષણ દળો દ્રારા કરવામાં આવેલા જવાબી હવાઈ હત્પમલામાં ઓછામાં ઓછા ૮,૦૦૦ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.


વ્હાઇટ હાઉસે યુએસ પ્રમુખ જો બાઈડેન અને ઇઝરાયેલના પીએમ વચ્ચેની ફોન વાતચીતનો રીડઆઉટ જાહેર કર્યેા છે. તેમાં લખવામાં આવ્યું છે કે બંને નેતાઓએ ગાઝાના વિકાસ પર ચર્ચા કરી. રાષ્ટ્ર્રપતિ અને વડાપ્રધાને બંધકોને શોધવા અને તેમની મુકિત સુરક્ષિત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. વાતચીત દરમિયાન નેતાઓએ એવા અમેરિકન નાગરિકો વિશે પૂછપરછ કરી કે જેમના ઠેકાણા હજુ અજાણ છે અને શકય છે કે તેઓ હમાસની કસ્ટડીમાં હોય.ઈઝરાયેલે શનિવારથી ગાઝામાં હમાસ વિદ્ધ હવાઈ અને જમીની અભિયાનને વધુ તીવ્ર બનાવ્યું છે. ગાઝામાં કોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બધં કરી દેવામાં આવી હતી. જો કે, આમાંની કેટલીક સેવાઓ ધીમે ધીમે રવિવારે પુન:સ્થાપિત કરવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application