હાથરસ ધક્કામુક્કીમાં ૧૨૧નાં મોતની ઘટનામાં ભોલે બાબાને મળી કિલનચીટ

  • February 21, 2025 11:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગત વર્ષે યુપીના હાથરસમાં થયેલી ભાગદોડમાં ૧૨૧ લોકોના મોત અંગે ભોલે બાબાને કલીનચીટ મળી ગઈ છે અને ન્યાયિક પંચે પોલીસ અને આયોજકોને દોષિત ઠેરવ્યા હતા.ઉત્તર પ્રદેશના હાથરસમાં ૨ જુલાઈ ૨૦૨૪ના રોજ થયેલી ભયાનક ભાગદોડની ઘટનામાં ન્યાયિક પંચે સરકારને પોતાનો અહેવાલ સુપરત કર્યેા છે. આ અકસ્માતમાં ૧૨૧ લોકોના દુ:ખદ મોત થયા હતા, યારે ડઝનબધં લોકો ઘાયલ થયા હતા. ન્યાયિક તપાસ પંચનો અહેવાલ કેબિનેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો, જેને ગૃહમાં મૂકવાની મંજૂરી પણ આપવામાં આવી છે. રિપોર્ટમાં, નાસભાગ માટે મુખ્યત્વે આયોજકોને જવાબદાર ઠેરવવામાં આવ્યા છે, યારે વહીવટીતત્રં અને પોલીસની બેદરકારીને પણ ગંભીર ભૂલ ગણવામાં આવી છે.
અહેવાલ મુજબ, જે સત્સંગમાં આ નાસભાગ થઈ હતી તેના આયોજકોએ સલામતીના ધોરણોનું પાલન કયુ ન હતું. જોકે, એસઆઈટીની જેમ, ન્યાયિક પંચે પણ સત્સગં ચલાવતા કથાકાર 'ભોલે બાબા'ને આ ઘટનાથી દૂર રાખ્યા છે અને તેમને કલીનચીટ આપી છે. તપાસમાં એવું તારણ નીકળ્યું કે નાસભાગમાં બાબાની કોઈ ભૂમિકા નહોતી, પરંતુ અરાજકતા અને ગેરવહીવટ આ ઘટનાનું કારણ હતું.

ભવિષ્ય માટે કમિશનની ભલામણો
ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવવા માટે ન્યાયિક પંચે કેટલાક મહત્વપૂર્ણ સૂચનો આપ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે કોઈપણ મોટી ઘટના પહેલા, પોલીસ અધિકારીઓ માટે સ્થળનું વ્યકિતગત નિરીક્ષણ કરવું ફરજિયાત બનાવવું જોઈએ. આ સાથે, આયોજકો દ્રારા લેવામાં આવેલી પરવાનગીની શરતોનો કડક અમલ કરવો જોઈએ અને ઉલ્લંઘનના કિસ્સામાં કડક કાર્યવાહી કરવી જોઈએ. આ ઉપરાંત, કાર્યક્રમોમાં ભીડ નિયંત્રણ માટે ખાસ પગલાં લેવા જોઈએ, જેથી નાસભાગ જેવી ઘટનાઓ ટાળી શકાય. આ રિપોર્ટ જાહેર થયા બાદ સરકાર તરફથી કાર્યવાહીની શકયતા વધી ગઈ છે. કમિશનની ભલામણોના આધારે, વહીવટી તંત્રને મજબૂત બનાવવા માટે નવી માર્ગદર્શિકા જારી કરવામાં આવી શકે છે.

દોષનો ટોપલો પોલીસ પર ઢોળી દેવાયો
રિપોર્ટમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસે પણ તેમની જવાબદારીઓ ગંભીરતાથી નિભાવી ન હતી. ભીડ વ્યવસ્થાપન માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેના કારણે અચાનક નાસભાગ મચી ગઈ અને મોટી સંખ્યામાં લોકોએ કચડાઈને જીવ ગુમાવ્યા. રિપોર્ટ અનુસાર, જો પોલીસ અને વહીવટીતત્રં સતર્ક રહ્યા હોત અને ભીડ નિયંત્રણ માટે જરી પગલાં લેવામાં આવ્યા હોત, તો આ દુર્ઘટના અટકાવી શકાઈ હોત. ન્યાયિક પંચના અહેવાલમાં સ્પષ્ટ્રપણે જણાવાયું છે કે સત્સંગના આયોજકોએ નિર્ધારિત પરવાનગીની શરતોનું પાલન કયુ ન હતું. સ્થળ પર હાજર લોકોની સંખ્યા અપેક્ષા કરતાં ઘણી વધારે હતી, પરંતુ પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી ન હતી. કમિશને આયોજકોની આ બેદરકારીને અકસ્માતનું મુખ્ય કારણ ગણાવ્યું છે અને આવી ઘટનાઓને રોકવા માટે કડક જોગવાઈઓ લાગુ કરવાની ભલામણ કરી છે




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application