બાપ્પા...મોરિયા રે...ગણપતિબાપાની ભકિતમાં ભાવવિભોર ભાવિકો, આ સ્થળોએ યોજાશે અલગ અલગ કાર્યક્રમો

  • September 20, 2023 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગણેશ મહોત્સવના બીજા દિવસે ભાવિકો ભકિતમાં લીન થઈ ગયા છે. શહેરમાં ઠેર–ઠેર ગજાનન ગણપતિની મહાઆરતી અને ભકિતથી માહોલ ગણપતિમય બન્યું છે.
 ત્રિકોણ કા રાજા, સિધ્ધિ વિનાયકધામ, જાગનાથ કા રાજા, જે.કે.ચોકના રાજા સહિત ગણપતિ મહોત્સવમાં બાપાના દર્શન માટે ભાવિકો ઉમટી રહ્યા છે.શહેરના વિવિધ વિસ્તારોમાં ગણપતિ પંડાલમાં દુંદાળાદેવની સ્થાપના કરવામાં આવી છે. ભકિતમય વાતાવરણ તેમજ રાસગરબા સાથે ભકતોએ ગજાનન ગણેશને વધાવ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોને કલાત્મક શણગાર સાથે સજાવવામાં આવ્યા છે ત્યારે સર્વેશ્ર્વર ચોકમાં આબેહુબ બદરીનાથ ધામ બનાવવામાં આવ્યું છે. જયાં ભકતો બદરીનાથધામની અનુભુતી કરી ધન્ય બની રહ્યા છે.


સર્વેશ્વર ચોક કા મહારાજાની આરતીનો લાભ લેતાં યોગેશ પુજારા: બદ્રીનાથની થીમનું આકર્ષણ
ડો. યાજ્ઞીક રોડ પર આવેલ સર્વેશ્ર્વર ચોકમાં સતત ૭મા વર્ષે સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સવારે ૧૧ વાગ્યે ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી. તથા દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રથમ મહાઆરતી સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના દરેક સભ્યોએ આરતી કરી હતી તથા આરતી પુર્ણ થયા બાદ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પ્રથમ દિવસે પણ ૨૦થી ૨૫ હજાર ભકતોએ આરતી તથા દર્શનનો લાભ લીધો હતો. આ વર્ષે દરરોજની મહાપ્રસાદીના દાતા દેશભરમાં ૩૫૦થી વધુ આઉટ લેટ ધરાવતા પુજારા ટેલીકોમ પ્રા.લી.ના ચેરમેન યોગેશભાઈ પુજારા તથા મેનેજીગં ડાયરેકટર રાહીલભાઈ પુજારા તેમની પુત્રી સાથે દર્શનનો લાભ લીધો હતો.
 ઉપરોકત સમગ્ર આયોજન જે આ વર્ષે બદ્રીનાથ મંદિરના પટાંગણની થીમ ઉપર આધારીત છે તેને ભવ્ય બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો પોતાની પુરતી મહેનત અને ખંતથી કાર્ય કરી રહેલ છે.




જીવનનગર કા વિધ્નહર્તાનું સ્થાપન
રાજકોટ: જીવનનગર વિકાસ સમિતિ, ગણપતિ મહોત્સવ સમિતિ, વોર્ડ નં.૧૦ જાગૃત નાગરિક મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર કા વિધ્નહર્તાનું ભાવપૂર્વ સ્થાપન કરવામાં આવ્યું હતું. તા.૨૮ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.મંદિરના સહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યુ કે મંદિરની બાજુમાંથી સાદાઈથી ગણેશજીની મૂર્તિને લાવીને સ્થાપન કરવામાં આવ્યું હતું. ભગવાન ગણેશજીના ગુણાનુવાદ સાથે પૂજન –અર્ચન, આરતી કરવામાં આવ્યા હતા. વિનોદરાય જે. ભટ્ટે મહોત્સવનો શણગાર–સુશોભન કરી શ્રધ્દ્રાળુઓને આકર્ષવામાં આવ્યા હતા. સ્થાપન, દિપમાળા, મહાઆરતીમાં રહીશો જોડાયા હતા.


સિધ્ધિ વિનાયક ધામમાં આજે રાત્રે દેશભકિત ગીતોનો કાર્યક્રમ: સર્વ સમાજના હસ્તે આરતી
શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ મુકેશ દોશી મુખ્ય માર્ગદર્શક સાંસદ મોહનભાઇ કુંડારિયા, રામભાઇ મોકરિયા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઇ બોઘરા, પ્રદેશ ભાજપ મંત્રી બીનાબેન આચાર્ય, કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરિયા, વિધાનસભા–૬૮ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, વિ.૬૯ના ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, વિધાનસભા–૭૦ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, મહામંત્રી અશ્ર્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા, મેયર નયનાબેન પેઢડિયા, પૂર્વ પ્રમુખ કમલેશ મિરાણી, પૂર્વ મેયર ડો.પ્રદિપ ડવ, પૂર્વ મહામંત્રી જીતુભાઇ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અગ્રણી, પૂર્વ સ્ટે.ચેરમેન પુષ્કરભાઇ પટેલ, ડો.વિજયભાઇ દેશાણી, કીરીટભાઇ પાઠક સહિતના મહાનુભાવોના માર્ગદર્શન હેઠળ સિધ્ધિ વિનાયકધામ ખાતે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે.પ્રથમ દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લેવા ભકિતભાવ પુર્ણતાથી હાજર રહેલ તે અંતર્ગત સિધ્ધિ વિનાયકધામ ખાતે આજે ગણપતિ મંગલ મહોત્સવમાં બીજા દિવસે જૈન સમાજ, રઘુવંશી સમાજ, સાધુ સમાજ, દરજી સમાજ, સહકારી ક્ષેત્ર, આઇએએઇ, આઇપીએસ અધિકારીઓ મહાઆરતીનો લાભ લેશે. આજની આરતી ઇન્ચાર્જ તરીકે હરેશભાઇ કાનાણી જવાબદારી સંભાળી રહ્યા છે. તેમજ આજે રાત્રે ૯–૦૦ કલાકે તેજસ શીશાંગીયા દ્રારા સંગીત સંધ્યામાં દેશભકિતના ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવશે. આવતીકાલે તા.૨૧–૯ના સાંજે ૪–૩૦ કલાકે ધો.૧થી ૮ના વિધાર્થીઓ માટે વન મીનીટ (ઓપન રાજકોટ) સ્પર્ધાનું આયોજન કરાયેલ છે. તેમજ આવતીકાલે રાત્રે ૯–૦૦ કલાકે ખ્યાતનામ કલાકાર રાજભા ગઢવી તથા સાથે કલાકારો દ્રારા લોકડાયરાનો કાર્યક્રમ કરવામાં આવશે.

ભગવાન ગણેશના વિવિધ પ્રતીકો
સામાન્ય રીતે હાથી જંગલમાં રસ્તો બનાવનાર પ્રાણી કહેવામાં આવ. છે. હાથી યારે જંગલમાંથી પસાર થાય છે ત્યારે તે પોતાના મહાકાય શરીરથી અન્ય પ્રાણીઓ માટે રસ્તો બનાવે છે. તેવી જ રીતે ગણેશ ભગવાન કોઈપણ શુભ કાર્ય પહેલા પૂજવામાં આવે છે, કારણ કે ગણપતિ કોઈપણ કાર્યમાં આવતા અડચણને દૂર કરીને જીવનમાં આગળ વધવાનો રસ્તો બતાવે છે. ભગવાજ ગણેશનું મોટું મસ્તક એ બુદ્ધિ અને શાણપણનું પ્રતિક છે. તેઓ વિશ્ર્વના તમામ ભકતોની પ્રર્થના સાંભળવા માટે મોટા કાન ધરાવે છે. અને સૂંઢ દુનિયામાં રહેલી દરેક વસ્તુને પોતાની અંદર સમાવી શકે છે. તેવી જ રીતે માનવીએ કોઈપણ પરિસ્થિતિના બદલાવ સાથે સમાયોજીત થઈ જવું તેવું દર્શાવે છે. બંને દાંત કોઈપણ વ્યકિતની વ્યકિતત્વના બે પાસાઓ ધરાવે છે, શાણપણ અને ભાવનાઓ દર્શાવે છે. ચાર હાથ માનવના ચાર આંતરિક ગુણો દર્શાવે છે, મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત ભગવાન ગણેશ શુ આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. સામાન્ય રીતે ભગવાન ગણેશે લાલ અથવા પીળા રંગના કપડા પહેરેલા હોય છે. પીળો રગં શાંતિ, સત્યતા, પવિત્રતા અને સંપત્તિનું પ્રતિક ગણવામાં આવે છે. યારે લાલ રગં દુનિયામાં થતા કોઈપણ શુભ કાર્યને દર્શાવે છે. તેમનું મોટું પેટ સમગ્ર બ્રમ્હાન્ડનું પ્રતિનિધિત્વ કરે છે. તેમા સાત સમુદ્ર સમાયેલા હોવાનું કહેવામાં આવે છે. ગણપતિનું વાહન ઉંદર છે. જે વ્યકિતના અભિમાનને નિયંત્રણમાં રાખવાનું સુચવે છે. જેમ ઉંદરને ભગવાન નિયંત્રીત કરે તેમ માનવીએ મનને નિયંત્રીત કરવું જોઈએ. ગણપતિનો જમણો પગ જે ડાબા પગની ઉપર રહેલો હોય છે તે દર્શાવે છે કે માનવીએ સફળતાપૂર્વકનું જીવન જીવવા માટે પોતાની આવડત અને જ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application