ભાવનગર રેલવે ડિવિઝને વર્ષ ૨૦૨૩-૨૪માં ટિકિટ ચેકિંગથી રૂ. ૫.૩૦ કરોડ વસૂલ કર્યા છે વેસ્ટર્ન રેલવેના ભાવનગર ડિવિઝનને ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં સફ્ળતા મળી છે.
આ અંગે ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ભાવનગર ડિવિઝનમાં ટિકિટ ચેકિંગ સતત કરવામાં આવી રહ્યું છે અને ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષ દરમિયાન ટિકિટ ચેકિંગથી ૫.૩૦ કરોડ રૂપિયાની રેલ રાજસ્વ ટિકિટ વિના મુસાફરી કરનારા/અયોગ્ય ટિકિટોથી વસૂલવામાં આવી છે, જે છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના લગભગ રૂ. ૫.૫૮ કરોડની નજીક છે. નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ ૭૯૭૩૭ કેસ નોંધાયા છે, જેમાંથી કેટલાક એવા મુસાફરો હતા, જેઓ ટિકિટ વિના મુસાફરી કરી રહ્યા હતા. આ સિવાય રેલવેના અન્ય નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ મુસાફરો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો છે. જૂનાગઢના ટીટીઆઈ એ.એસ. તનવીરે ૩૪૮૯ કેસમાં રૂ. ૨૯.૫૦ લાખની વસૂલાત કરી છે. આ માટે તેમને જનરલ મેનેજર દ્વારા અવાર્ડ પણ આપવામાં આવ્યું છે. મહિલા ટિકિટ ચેકિંગ સ્ટાફમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જેના એસ. દ્વારા કરવામાં આવ્યુ છે, જે ૨૯૬૮ કેસમાં ૨૨.૯૩ લાખ રૂપિયા વસૂલ કર્યું છે. ઈમરાન મુંશી, આર.એસ.-પોરબંદર દ્વારા ૧૭૬૫ કેસમાં રૂ. ૮.૫૭ લાખની વસૂલાત કરવામાં આવી છે. ટિકિટ ચેકિંગ દરમિયાન અત્યાર સુધીની UPI ચૂકવણીની ટકાવારીની દ્રષ્ટિએ ભાવનગર ડિવિઝન પશ્ચિમ રેલવેમાં સર્વોચ્ચ સ્થાને છે. છેલ્લા નાણાકીય વર્ષ ૨૦૨૩- ૨૪માં ભાવનગર ડિવિઝન પર ડિવિઝનલ રેલ્વે મેનેજર રવીશ કુમારના દિશા નિર્દેશ અનુસાર, વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક માશૂક અહમદ અને સહાયક વાણિજ્ય પ્રબંધક કલ્પેશ જી. દવેની દેખરેખ હેઠળ ઘણી વખત ખાસ ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શરદ વર્મા, મુખ્ય ટિકિટ નિરીક્ષક- ભાવનગરની પણ આમાં મહત્વની ભૂમિકા હતી.આ ઝુંબેશ દરમિયાન, ટિકિટ વિના મુસાફરી કરતા/અયોગ્ય ટિકિટ અને બુક વગરનો સામાન લઈ જતા મુસાફરોની કરવામાં આવી હતી. સંપૂર્ણ તપાસ સીનિયર ડીસીએમ માશૂક અહમદે કહ્યું કે,વિવિધ માધ્યમો દ્વારા મુસાફરોને યોગ્ય ટિકિટ પર મુસાફરી કરવા વિશે જાગૃત કરવામાં આવે છે. આમ છતાં બેદરકારી દાખવવા બદલ ટિકિટ ચેકિંગ સ્ટાફ દ્વારા નિયમ મુજબ દંડ વસુલવામાં આવી રહ્યું છે. વેઇટિંગ લિસ્ટ ઈ-ટિકિટ પર મુસાફરી કરવાની પરવાનગી નથી. તેવી જ રીતે પ્લેટફોર્મ ટિકિટ પણ મુસાફરી માટે માન્ય નથી. તેથી, વેઈટિંગ લિસ્ટ ઈ-ટિકિટ અથવા પ્લેટફોર્મ ટિકિટ સાથે મુસાફરી કરશો નહીં. તમારો સામાન બુક કરો, જેથી પ્રવાસ દરમિયાન કોઈ અસુવિધા ન થાય. અને મુસાફરોને પણ રેલવે વિભાગની સુવિધાનો લાભ મહત્તમ લઇ અને નીતિનિયમ મુજબ મુસાફરી કરે તેવો અનુરોધ કરાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમીઠાપુરના ચકચારી મર્ડર કેસમાં આરોપીઓને આજીવન કેદ અને રૂા. ૧૬ હજારનો દંડ ફટકારાયો
February 24, 2025 10:56 AMબાંગ્લાદેશમાં પૈસા આપીને જુલાઈ આંદોલન માટે ભીડ એકઠી કરાઈ હતી: યુએન રીપોર્ટ
February 24, 2025 10:56 AMકબૂતરોથી ૬૦થી વધુ બીમારીઓનો ખતરો: શ્વાસના રોગો ૧૫ ટકા વધ્યા
February 24, 2025 10:53 AMબોર્ડની પરીક્ષામાં બુટ- મોજા પહેર્યા હશે તો એકઝામ હોલની બહાર કાઢવા પડશે
February 24, 2025 10:50 AMટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech