કુતિયાણા વિસ્તારમાં મોબાઇલની ચોરીનો ગુન્હો થયો ડિટેકટ

  • April 28, 2025 03:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કુતિયાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ -૨૦૨૦માં મોબાઇલ ચોરીનો ગુન્હો દાખલ થયો હતો જેમાં પોલીસે માંગરોળના ઝડીયાવાળા ગામના તસ્કરને પકડી પાડયો છે. 
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા પોરબંદર જિલ્લામાં વાહન તથા મોબાઇલ ચોરીમાં દાખલ થયેલ ઇ-એફ.આઇ.આર. ના અનડિટેકટ ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ સુચના આપેલ હોય. જે અનુસંધાને પોરબંદર ગ્રામ્ય ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ધ્રુવલ સી. સુતરીયાના સીધા માર્ગદર્શન હેઠળ કુતિયાણા પોલીસ સ્ટેશનના  પોલીસ ઇન્સ્પેકટર વી.પી. પરકમાર તથા પોલીસ સ્ટાફના માણસો કુતિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ -૨૦૨૪માં દાખલ થયેલ ઇ-એફ.આઇ.આર. મુજબ ચોરીના ગુન્હાના આરોપી તથા ચોરીમાં ગયેલ આઇ ફોન ૧૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન શોધી કાઢવા માટે ટેકનીકલ સોર્સના‘સી.ઇ.આઇ.આર.’ પોર્ટલનો ઉપયોગ કરી ‘સી.ઇ.આઇ.આર.’ પોર્ટલમાં  સતત મોનીટરીંગ કરી મોબાઇલ ફોનને ટ્રેકીંગમાં મૂકી મોબાઇલ ફોન ટ્રેશ કરી ફરીયાદીનો આઇ ફોન ૧૩ એન્ડ્રોઇડ મોબાઇલ કિ. ‚ા. ૧૫૦૦૦નો મોબાઇલ ફોન ઇમરાનખાન હુસેનખાન બેલીમ ઉ.વ. ૪૪ ધંધો મજૂરી, રહે. પટેલ ફળીયું ઝડીયાવાળા ગામ ને શોધી રીકવર કરવામાં આવેલ છે અને પ્રશંસનીય કામગીરી કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરેલ છે.
આ કામગીરીમાં પોલીસ સ્ટેશનના પી.આઇ. વી.પી. પરમાર તથા હેડ કોન્સ્ટેબલ ડી.એચ. જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ સલમાન અલીભાઇ મંધરા, માલદે ગીગાભાઇ મોઢવાડીયા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application