ભાવનગર બાર અને ક્રિમિનલ બાર એસોસિએશનના પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રી સહિતના હોદ્દેદારો ચૂંટાયા

  • December 23, 2023 07:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર બન્ને વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી. ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે આ ચૂંટણી યોજાઈ હતી. જેમાં સિવિલ બાર એસો.ના ક્રિમીનલ બાર એસો. ના પ્રમુખ સાહિતના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સિવિલ બાર એસો.ના પ્રમુખ તરીકે હિરેન જાનીની જીત થઇ હતી. જયારે ક્રિમિનલ બાર એસો.ના પ્રમુખ તરીકે અનિલસિંહ જાડેજા વિજેતા થયા હતા.
ભાવનગર ડિસ્ટ્રીક્ટ કોર્ટ ખાતે આજે બન્ને બાર એસોસિઅશનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં બન્ને એસો.ના હોદ્દેદારોની વરણી કરવામાં આવ્યા હતા. આ ચૂંટણી કોર્ટના બાર રૂમમાં ચૂટણી યોજાઈ હતી. જેમાં ભાવનગર બાર એસો.માં ૪૫ ટકા વધુ તેમજ ક્રિમીનલ બાર એસો.માં ૩૫ ટકા થી વધુ મતદાન થયું હતું. ત્યારબાદ સાંજે જ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં કીમનલ બારના પ્રમુખ તરીકે અનિલસિંહ જાડેજા વિજેતા જાહેર થયા હતા. સિવિલ બારમાં પ્રમુખ તરીકે હિરેન જાની બિનહરીફ જાહેર થયા છે. ભાવનગરના સિવિલ તથા ફોજદારી વકીલ મંડળોના પ્રમુખ સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યો માટે ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. જેમાં સિવિલ બાર એસો.માં પ્રમુખ માટે એક માત્ર હિરેનભાઈ જાનીનુ ફોર્મ ભરાતા પ્રમુખ તરીકે તેઓ બીનહરીફ જાહેર થયા હતા. આ ઉપરાંત કારોબારી સભ્યો પણ બિનહરિફ થયાં હતા. ઉપપ્રમુખ તથા મંત્રી સહિત હોદ્દા માટે ચૂંટણી થઈ રહી છે. જ્યારે ફોજદારી વકીલ મંડળ માટે પ્રમુખ પદ માટે ધર્મેન્દ્રભાઈ ડાભી અને અનિલસિંહ જાડેજા વચ્ચે ચૂંટણી થઈ રહી હતી. આ ઉપરાંત ઉપપ્રમુખ માટે ૩ ઉમેદવારો તથા મંત્રી પદ માટે ૪ ઉમેદવારો અને ખજાનચી પદ માટે બે ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. બપોર સુધીમાં સીનિયર તથા જુનિયર વકિલોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું. ત્યારબાદ બાર રૂમ માં જ મત ગણતરી બાદ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાવનગર સિવિલ બાર એસો. માટે ૩૩૧ અને ભાવનગર ફોજદારી વકિલ મંડળમાં ૪૭૭ વકિલ મતદારો નોંધાયેલા છે. ભાવનગર સિવિલ બાર એસોસિએશનની ચૂંટણીમાં સવારે મતદાન થયા બાદ સાંજે મતગતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ઉપપ્રમુખ માટે બે ઉમદેવારો મેદાનમાં હતા. જેમાં હિમાંશુ જોશી ૧૪૫ મત સાથે વિજય બન્યા હતા, જ્યારે મંત્રી માટે ૪ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં મહેતા નિકુંજ હરેશભાઈને - ૧૪૧ મત તથા વ્યાસ કલ્પેશ અમૃતલાલ ૧૩૨ મત સાથે વિજય થયા હતા. ખજાનચી માટે ૩ ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં આસ્તિક જીગ્નેશ યશવંતરાયને ૧૩૬ મત સાથે વિજય જાહેર કરાયા હતા.
ભાવનગર કીમનલ બાર એસોસિએશનની ચૂંટણીમાં સવારે મતદાન થયા બાદ સાંજે મતગતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અનિલસિંહ જાડેજા ૨૧૭ મતો સાથે પ્રમુખની ચૂંટણી જીત્યા હતા. કિશન મેર ૧૭૪ મતો સાથે ઉપપ્રમુખ ચૂંટણી જીત્યા હતા. જયદેવસિંહ ગોહિલ ૧૯૭ મતો તથા કિશોર કંટારીયા ૨૧૩ મતો સાથે વિજય બન્યા હતા. તેમજ ખજાનચી માટે હિતેષ ગાંધીએ ૨૮૫ મતો સાથે વિજયી બન્યા હતા. બન્ને બાર આસોસીએસનની ચૂંટણી ભારે રસ્સા કસી વાળી રહી રહી હતી. જોકે ચૂંટણીમાં વકીલોએ ખુબ જ ઉત્સાહથી મતદાન કરાયું હતું. અને વિજેતા થયેલા ઉમેદવરો સહીત તમામએ પ્રમુખ સહિતના હોદ્દેદારોને પુષ્પહાર પહેરાવી શુભેચ્છાઓ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application