ભાણવડ પંથકના દંપતીને માર મારી, ધમકી આપવા સબબ મહિલાઓ સહિત પાંચ સામે ફરિયાદ

  • September 30, 2023 10:48 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વાહનોમાં તોડફોડ કરી, નુકસાની કરતા શખ્સો સામે ગુનો

     ભાણવડ તાલુકાના નવાગામ વિસ્તારમાં ટીંબા ખાતે રહેતા વિનોદભાઈ જમનાદાસભાઈ તન્ના નામના 58 વર્ષના લોહાણા આધેડ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ આજ વિસ્તારમાં રહેતા ભીમા ચના કટારીયા, ભાવેશ ચના કટારીયા, કેશુ નાથા કટારીયા, રેખાબેન મોહન અને વનીતાબેન ભીમા કટારીયા નામના પાંચ શખ્સો સામે ભાણવડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


       આટલું જ નહીં, આરોપીઓ દ્વારા વિનોદભાઈ તન્નાના ધર્મપત્ની કવિબેનને પણ ગાળો કાઢી, મારી નાખવાની ધમકી આપવા ઉપરાંત આરોપી શખ્સોએ લાકડીઓ વડે વિનોદભાઈની જી.જે. 03 ઈ.આર. 3815 ની ઈક્કો મોટરકાર તેમજ જ્યુપીટર મોટરસાયકલમાં ભાંગફોડ કરી, નુકસાની કર્યાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.


        આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 504, 506 (2), 427, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


ખંભાળિયા નજીક કારની અડફેટે દંપતી ઇજાગ્રસ્ત



        ખંભાળિયા તાલુકાના વચલા બારા ગામે રહેતા જલ્પાબા અજીતસિંહ પ્રતાપસિંહ કંચવા નામના 21 વર્ષના દરબાર મહિલા તથા તેમના પતિ તેમના જી.જે. 37 એ. 3793 નંબરના મોટરસાયકલ પર બેસી અને જઈ રહ્યા હતા, ત્યારે અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર હંસ્થળ ગામ નજીકથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલી સફેદ કલરની એક મોટરકારના ચાલકે તેઓને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે સ્થાનિક હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

       અકસ્માત સર્જી, આરોપી મોટરકાર ચાલક પોતાની કાર સાથે નાસી છૂટ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. જે અંગે પોલીસે જલ્પાબા અજીતસિંહની ફરિયાદ પરથી અજાણ્યા કાર ચાલક સામે આઈપીસી કલમ 279, 337, 338 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application