શહેરના ચુનારાવાડ વિસ્તારમાં રહેતા આધેડના મકાનમાં મઢમાંથી પિયા ૮.૩૭ લાખના કિંમતના દાગીનાની ચોરી થઈ હતી. જે અંગે ફરિયાદ નોંધાવતા થોરળા પોલીસે ગણતરીની કલાકોમાં આ ચોરીનો ભેદ ઉકેલી નાખી ચોરીમાં આધેડના ભાણેજને ઝડપી લીધો હતો. તેણે આ ચોરાઉ દાગીના સોની વેપારીને વેચ્યા હોય પોલીસે અહીંથી દાગીના કબજે કરી બીલ વગરના ઘરેણા ખરીદનાર સોની વેપારીને પણ આરોપી બનાવ્યો છે. ચોરી કરનાર વિશાલ ઉર્ફે વિશુએ બે વર્ષ પૂર્વે કેદારનાથ અને હરિદ્રાર ફરવા જવું હોય મામાના ઘરમાંથી સોનાની વીંટી ચોરી હતી. પરંતુ ભાણેજ હોવાથી તે સમયે ફરિયાદ નોંધાવી ન હતી. જેથી ભાણેજની હિંમત વધી હતી અને મઢમાં કિંમતી દાગીના હોવાની તેને જાણ હોય તક મળતા જ હાથફેરો કરી લીધો હતો.
ચુનારાવાડ શેરી ન.ં ૮માં રહેતા અને ડ્રાઈવીંગ કરતા રાજેશ બાબુભાઈ માલાણી (ઉ.વ. ૪૫)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે તે અને પરિવારના સભ્યોએ ઘરમાં રહેલ દાદાના મઢની પૂજા કરી હતી. રાત્રે દસેક વાગે મઢને તાળું મારી સુઈ ગયા હતા. આજે વહેલી સવારે પાણી ભરવા માટે જાગતાં જોયું તો મઢમાંથી સોનાના બે છતર, સોનાના નાના–મોટા ૧૮ હાર, સોનાના ૪ કડા અને ૨ ટીકકા વગેરે મળી કુલ ા. ૮.૩૭ લાખના દાગીના ગાયબ મળતાં થોરાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવને લઇ થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ તાકીદે અલગ–અલગ ટીમો બનાવી ચોરીના આ બનાવનો ભેદ ઉકેલવા તપાસ હાથ ધરી હતી.પીએસઆઇ એચ.ટી.ઝીંઝાળાની રાહબરીમાં ટીમ તપાસમાં હતી દરમિયાન એએસઆઇ રાજેશભાઈ મેર, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા, ભરતસિંહ પરમાર અને હસમુખભાઈ નીનામાને મળેલી બાતમીના આધારે આ ચોરીમાં પોલીસે કૂખ્યાત તસ્કર લખન સલાટના ભાઈ વિશાલ ઉર્ફે વિશુ ઉર્ફે વિસલો રવિભાઈ સલાટ (ઉ.વ ૨૨ રહે. ભાવનગર રોડ સિમેન્ટ ફેકટરીની બાજુમાં, શિવમ પાન સામે,રાજકોટ ) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપીની પૂછતાછ કરતા કરતા તેણે આ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી અને ચોરી કરેલા દાગીના એમ.બી. વેલર્સ નામની દુકાનમાં વેચી દીધા હોવાની કબુલાત આપતા પોલીસ તાકીદે અહીં વેલર્સની દુકાને પહોંચી હતી. અહીંથી ચોરીનો તમામ મુદ્દામાલ કબજે કરી બિલ વગરના દાગીના ખરીદનાર સોની વેપારી ભાવેશ બીપીનચદ્રં પારેખ(ઉ.વ ૪૯ રહે.કરણપરા ચબૂતરા ચોક, રાજકોટ) સામે પણ ગુનો નોંધી બંનેની ધરપકડ કરી હતી.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આરોપી વિશાલ ઉર્ફે વિશુ ફરિયાદીનો ભાણેજ છે જેથી તે અહીં ઘરમાં આવતો જતો હોય મઢમાં કિંમતી ઘરેણા હોવાનું તેને અનુમાન હતું. દરમિયાન તક મળતા તેણે આ હાથફેરો કર્યેા હતો. આરોપી વિશાલ ઉર્ફે વિશુએ અગાઉ બે વર્ષ પૂર્વે પોતાને હરિદ્રાર અને કેદારનાથ ફરવા જવું હોય ત્યારે મામાના ઘરમાંથી સોનાની વીંટીની ચોરી કરી હતી પરંતુ ભાણેજ હોવાથી જે તે સમયે ફરિયાદ નોંધાવવાનું પરિવારે ટાળ્યુુ હતું. જેથી ભાણેજની હિંમત વધી હતી અને તેણે હવે મોટો હાથફેરો કર્યેા હતો. ડિટેકશનની આ કામગીરીમાં થોરાળા પોલીસ મથકના એએસઆઇ દેવશીભાઈ ખાંભલા, હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ જાડેજા, ભરતભાઈ ડાભી, કોન્સ્ટેબલ કિરણભાઈ પરમાર, જયરાજસિંહ કોટીલા, સંજય અલગોતર અને પ્રકાશભાઈ ચાવડા સાથે રહ્યા હતા
વાવડીમાં બકાલાના ધંધાર્થીના ઘરમાંથી ૧.૫૩ લાખની ચોરી
વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતાં બકાલાના ધંધાર્થી દિપકભાઈ બચુભાઈ સોલંકી (ઉ.વ. ૪૦)એ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,રવિવારે સાંજના પરિવારના સભ્યો રિક્ષામાં વાંકાનેરના મેળમાં ગયા હતા. માવતર વાંકાનેરમાં જ રહેતા હોવાથી રાત ત્યાંજ રોકાઈ ગયા હતા. આજે સવારે ઘરે આવીને જોયું તો ડેલીનું તાળું ગાયબ મળ્યું હતું. લોખંડની જાળી પરનું તાળું પણ જોવા મળ્યું ન હતું. અંદર જઈ મમાં જોતાં સામાન વેર–વિખેર પડયો હતો. કબાટની તિજોરીમાંથી ચાંદીના સાંકળા, ચાંદીની ગાંસડી, કાનમાં પહેરવાની સોનાની બુટી અને રોકડા ા. ૭૫,૦૦૦ મળી કુલ ા. ૧.૫૩ લાખની મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડયું હતું.જેથી આ અંગે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech