પોરબંદર પંથકમાં દેશી-વિદેશી દાની બદીને નેસ્તનાબુદ કરવા પોલીસ દ્વારા કડક હાથે કામ લેવાઇ રહ્યુ છે ત્યારે બાબડા- લાવડીયા સીમ વચ્ચે દેશી દા ભરેલી કાર સાથે બે ઇસમો ઝડપાયા હતા. તેમની પાસેથી ૩ લાખ ૯૦ હજારનો મુદ્ામાલ કબ્જે કરવામાં આવ્યો છે.
બગવદર પોલીસની સફળ કાર્યવાહી
બગવદર પોલીસમથકના સબ ઇન્સપેકટર એ.એસ. બારા અને સર્વેલન્સ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા ત્યારે એવી ચોક્કસ બાતમી મળી હતી કે બાબડા બાજુથી એક કારમાં મોટી માત્રામાં દેશી દાનો જથ્થો જામનગર તરફ લઇ જવાઇ રહ્યો છે તેથી બગવદર પોલીસે બાબડાથી દેગામની લાવડીયા સીમ તરફ વોચ ગોઠવી હતી જેમાં એક સફેદ રંગની કાર પસાર થતા તેને પોલીસે અટકાવી હતી અને તેની તલાસી લેતા આ કારમાંથી રાણપર ગામે બરડા ડુંગરમાં ધીંગેશ્ર્વર મંદિર પાસે રહેતો રાજુ કરશન કોડીયાતર અને વિંઝરાણા ગામના પાટીયા પાસે રહેતો પાંચા દેવા કોડીયાતર મળી આવ્યા હતા બંને ઇસમોની અટકાયત કરીને પોલીસે કારની તલાસી લેતા ૧ લાખ ૪૦ હજાર પિયાનો ૭૦૦ લીટર દેશી દા મળી આવ્યો હતો જેથી પોલીસ ચોંકી ઉઠી હતી. અને પકડાયેલા બંને શખ્શોની પૂછપરછ કરતા તેઓએ રાણાવાવના ખોડિયાર નેશમાં રહેતા નામચીન બુટલેગરો જગા નાથા કોડીયાતર અને નારણ બાલા કોડીયાતર પાસેથી આ દા લીધો હોવાની કબુલાત કરતા પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી હતી. જગા અને નારણ બંને નામચીન બુટલેગરો છે અને અગાઉ પણ પ્રોહીબીશનની પ્રવૃતિઓ સબબ કાર્યવાહી થઇ હતી તેથી તેમની પાસેથી આટલી મોટી માત્રામા દાનો જથ્થો કોણે મંગાવ્યો? એવી પૂછપરછ કરતા રાજુ અને પાંચાએ એવી કબુલાત કરી હતી કે આ દાનો જથ્થો એમણે જામનગરના પ્રદીપ ઉર્ફે પદીયો ખત્રીને આપવા જતા હતા તેથી પોલીસે એ બંને શખ્શો સામે પણ ગુન્હો દાખલ કર્યો છે અને ૧ લાખ ૪૦ હજારના દા ઉપરાંત ૨ લાખ ૫૦ હજારની કાર મળી ૩ લાખ ૯૦ હજારનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો. આ કામગીરીમાં બગવદર પોલીસ મથકના સબ ઇન્સપેકટર એ.એસ.બારા, હેડ કોન્સ્ટેબલ વી.એન.ભુતીયા, કોન્સ્ટેબલ વિપુલભાઇ ધુધલ, કાનાભાઇ કરંગીયા, દેવાયતસિંહ સીસોદીયા,લોકરક્ષક દિલાવરસિંહ કાછેલા સહિતની ટીમ રોકાયેલ હતી.
દેશી દાના અન્ય દરોડા
પોરબંદરના આશાપુરા ઘાસ ગોડાઉન પાછળ રહેતી કારીબેન અરજણ ઓડેદરાના ઘરમાંથી ૫૦ લીટર આથો સહિત ૧૩૦૦ ા.નો મુદામાલ મળી આવતા ધરપકડ થઇ છે. ખાપટ નવાપરામાં આવેલી સ્કૂલ પાસે રહેતા મિતેશ શશીકાંત ભુવાને ૩૪૦૦ ના ૧૭ લીટર દા સાથે પોલીસે પકડી પાડયો હતો.કોટડા ગામના રાજુ કિશોર રાવતને ૪૦૦ ાના દા સાથે, અશોક કરશન પરમારને ૪૦૦ ાના દા સાથે, માલ ગામના દીપક ઉર્ફે દીપુ માલદે ઓડેદરાને ૪૦૦ ના દા સાથે, માધવપુરના પાવરહાઉસ પાસે રહેતા અનીશ વજુભાઇ પરમારને ૬૦૦ ાના દા સાથે, ખારવાવાડના ધર્મેશ ઉર્ફે ધમો ધબેલો વિજય મસાણીને ૪૦ ા.ના દા સાથે, ઇન્દિરાનગરના નીતા ઉર્ફે સોનલ હિતેશ રાઠોડને ૪૦૦ ના દા સાથે, છાયાના દરબારગઢ પાસે રહેતી યાસ્મીન ઉર્ફે હકુ યુસુફ મીરાને ૨૨૦૦ ાના દા સાથે, બોખીરા તુંબડાના દિલીપ દેવા ઓડેદરાને ૧૦૦૦ના દા સાથ, રાણાકંડોરણાથી વાડોત્રા જતા રસ્તે રહેતા મેરુ બાબુ મકવાણાને ૧૪૦૦ ના દા સાથે, ખંભાળાના વાડીવિસ્તારમાં રહેતા મુન્ના દેવા મોરીને ૨૦૦૦ ાના દા સાથે, ઉંટડાના ખારી વિસ્તારમાં રહેતા નીમુબેન અરસી પરમારને ૮૦૦ ાના દા સાથે પકડી લેવાયા હતા. પાલખડાના સાયકલોન સેન્ટર પાસે રહેતો બાલુ કરશન મોરી હાજર મળી આવ્યો ન હતો પણ તેના ફળિયામાંથી ૨૦૦૦ ા.નું દાનું બાચકુ મળી આવ્યુ હતુ. બળેજના ચિત્રાકેડા નેશ પાસે રહેતી જીવણબેન મેરામણ સોલંકીને બળેજ ગામના બસસ્ટેશન પાસેથી ૧૦૦૦ ાના દા સાથે અને ઓડદરના મોમાઇ મંદિર સામે રહેતા રાજુ દેવશી આંતરોલીયાને ૬૦૦ ાના દા સાથે પકડી લેવામાં આવ્યો હતો.
વાહનચાલકો સામે પગલા
પોરબંદરના ઝુરીબાગ શેરી નં-૯માં રહેતો રાજ વિજય મસાણી ચૌટા નજીકથી ફૂલ સ્પીડે બાઇક લઇને નીકળતા પોલીસે ધરપકડ કરી હતી. મોટી ખાવડીના ગગવાધારમાં રહેતો વેરસી વરજાંગ સંધીયા દા પીધેલી હાલતમાં ટ્રક લઇને ટુકડા ગામના બસસ્ટેશન પાસેથી નીકળતા પોલીસે પકડી પાડયો હતો. ખારવાવાડના ગરબી ચોકમાં રહેતા દીપક માવજી વાંદરીયાને દા પીધેલી હાલતમાં મોપેડ ચલાવતા શહીદચોક નજીકથી પકડી લેવાયો હતો. માલ ગામના દીપક ઉર્ફે દીપુ માલદે ઓડેદરાને નશાની હાલતમાં બાઇક ચલાવતા પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech