રાજકોટના ડેવેલોપર્સ સાથે પડધરીના ઢોકળીયા ગામની સીમમાં ભાગીદારીમાં ખરીદેલા પ્લોટમાં ભાગીદારે દગો કરી છ પ્લોટ બારોબારો અન્ય વેચી નાખી બાદમાં તેની પાસેથી પોતે જ પ્લોટ ખરીદી લીધા હતાં.આ અંગે ડેવલોપર્સ દ્રારા પડધરી પોલીસ મથકમાં ભાગીદાર સામે ફરિયાદ કરવમાં આવતા પોલીસે આરોપી સામે છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
રાજકોટના અમીન માર્ગ પર સિલ્વર પાર્કમાં રહેતાં અને જમીન ડેવલોપર્સ તરીકે વ્યવસાય કરતાં જયંતભાઈ રામભાઈ ચાવડા (ઉ.વ.૬૩)એ પડધરી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેના ભાગીદાર શૈલેષ વિજયસિંહ કામળીયા (રહે.જાગૃતીદિપ હાઈટસ, ૧૫૦ ફટ રીંગ રોડ) નું નામ આપ્યું છે.
જયંતભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે તેણે તેના ભાગીદાર બીસુ બહાદુરભાઇ વાળા અને આરોપી શૈલેષ કામળીયા સાથે મળી પડધરીના ઢોકળીયા ગામના રે.સ.ન.ં ૧૭૭ માં જમીન ૨૦૧૦માં ખરીદી હતી. જેમાં શિવાલય બી નામથી લે–આઉટ પ્લાન મંજુર કરાવ્યો હતો. જેમાં ૪૨ પ્લોટો પાડવામાં આવ્યા હતા. આ મિલકતમાં ત્રણેય ૩૩ ટકાના ભાગીદાર હતા.આ મિલકતનો વહીવટ કરવા ૨૦૧૧માં કુલમુખત્યારનામું કરી અપાયું હતું. ૨૦૧૧ થી ૨૦૧૪ સુધીમાં આરોપી શૈલેષ કે જે પ્લોટના વેચાણનું કામ કરતા હતા. તેણે ૩૬ પ્લોટોનું વેચાણ કયુ હતું. જયારે ૬ પ્લોટનું વેચાણ બાકી હતું.
૧૦ વર્ષ સુધી આ પ્લોટોનું વેચાણ કયુ ન હતું.૨૦૨૧માં આરોપીએ તેની જાણ બહાર કુલમુખત્યારનામાના આધારે ૬ પ્લોટનો જયેશ ડાવેરા નામના શખસને દસ્તાવેજ કરી આપ્યા હતા. તે ૬ પ્લોટીંગના ા.૩.૫૮ લાખ થાય છે.
બીજી તરફ ત્રણ દિવસ બાદ આરોપીએ જયેશ ડાવેરા પાસેથી ા.૩.૦૮ લાખમાં દસ્તાવેજથી તમામ પ્લોટ પરત ખરીદી લીધા હતા.આમ આરોપીએ તેના બંને ભાગીદારનો હિસ્સો ડૂબાડી દઈ રકમ પરત નહીં આપતાં પડધરી પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાવી હતી.જેના આધારે પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ જી.જે.ઝાલા ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહાપા યાર્ડમાં થયેલ રોકડા 5 લાખની ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલતી એલસીબી
December 23, 2024 01:17 PMદર્દીના પરિવારને એન્જિયોગ્રાફી-એન્જિયોપ્લાસ્ટીની CD આપવી ફરજિયાત, જાણો PMJAY યોજનાની નવી SOP
December 23, 2024 01:14 PMમહાપ્રુભજીની બેઠકમાં ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા
December 23, 2024 01:13 PMહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech