ભારતીયો ખાવાના શોખીન છે અને ભોજન પછી વરિયાળી ખાવાનો તેમનો પ્રેમ કોઈનાથી છૂપો નથી. ભારતીયોએ લાંબા સમયથી વરિયાળીના ફાયદાઓને ઓળખ્યા છે, ખાસ કરીને તે ખાધા પછી પાચન માટે કેટલું અસરકારક છે એ વાત લગભગ દરેક ભારતીય જાણે છે એટલે જ જમ્યા પછી વરીયાળી ખાવાનું ભૂલતા નથી.
આપણે મોટાભાગે વરિયાળીનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે કરીએ છીએ. પણ શું જાણો છો કે વરીયાળી પેટ સંબંધિત સમસ્યાઓમાં રાહત પણ આપે છે. વરિયાળી શરીર માટે ઠંડી માનવામાં આવે છે. ઘણીવાર ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આટલું જ નહીં તે ઘણી ગંભીર બીમારીઓથી પણ દૂર રાખે છે. વરિયાળીનું પાણી પીવાથી શું ફાયદા થાય છે? જો કે વરીયાળી માત્ર તાજગી માટે જ નહીં પરંતુ રસોઈ અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
વરિયાળીના પાણીના ફાયદા:-
ડાયાબિટીસ નિયંત્રણ: વરિયાળી એન્ટીઓક્સીડેન્ટ અને ફાયટોકેમિકલ્સથી ભરપૂર હોય છે. આ કારણે તે ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે અને લોહીમાં શુગર લેવલને પણ કંટ્રોલમાં રાખે છે.
આંખો માટે ફાયદાકારકઃ વરિયાળીમાં વિટામીન A ભરપૂર માત્રામાં હોય છે. જે આંખોની રોશની વધારે છે. તેનું પાણી રોજ પીવાથી આંખ સંબંધિત સમસ્યાઓમાં રાહત મળે છે.
દાંત અને પેઢા માટે: વરિયાળીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ જ કારણ છે કે તેનો ઉપયોગ માઉથફ્રેશનર તરીકે થાય છે. આ ઉપરાંત તે દાંત અને પેઢા માટે ખૂબ જ ફાયદાકારક છે.
ત્વચા માટે: વરિયાળીનું પાણી ત્વચા માટે ખૂબ જ સારું છે. તે ડાઘ અને ખીલ પણ મટાડે છે.
વાળ માટે ફાયદાકારકઃ વરિયાળીનું પાણી વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે ખરતા વાળ અટકાવે છે.
ઉનાળામાં શરીર અને ત્વચા બંનેને ઠંડુ રાખવા માટે વરિયાળીનો રસ પીવો ફાયદાકારક સાબિત થઈ શકે છે. વરિયાળીમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન્સ હાજર હોય છે જે ત્વચાને હાઇડ્રેટ રાખે છે અને તેને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવે છે. વરિયાળી ત્વચાને ઠંડી રાખવામાં મદદ કરે છે, જે ઉનાળામાં થતી સમસ્યાઓથી રાહત અપાવે છે. વરિયાળીનું પાણી પીવાથી ચહેરા પરની કરચલીઓ અને લાલાશ દૂર થાય છે.
પાચનમાં સુધારો
તે ત્વચાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું પાણી રોજ પીવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત મળે છે. વરિયાળીનો રસ બનાવવા માટે વરિયાળીને 10 મિનિટ માટે પાણીમાં પલાળી રાખવાની છે. પછી પલાળેલી વરિયાળીને મિક્સરમાં પીસી લેવી, પીસ્યા પછી તેને એક ગ્લાસમાં ગાળી લેવી, તેમાં સ્વાદ અનુસાર મધ પણ ઉમેરી શકો છો, પછી તેને સારી રીતે મિક્સ કરી લો. ગાળીને સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech