ન્યુ ૧૫૦ ફૂટ રિંગરોડ પાસેથી વાહનચોર બેલડી ઝડપાઈ

  • April 09, 2024 02:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


તાલુકા પોલીસ મથકના સ્ટાફે ન્યુ દોઢસો ફટ રિંગરોડ પરથી સરધાર અને લાખાપરના બે શખસોને ઝડપી લીધા હતાં.પોલીસે આ બેલડી પાસેથી ત્રણ ચોરાઉ વાહન કબજે કર્યા હતાં.બેલડી મોજશોખ પુરા કરવા વાહન ચોરી કરતી હોવાનું માલુમ પડયું છે.તાલુકા પોલીસ મથકના પીઆઇ ડી.એમ.હરીપરાની રાહબરીમાં પીએસઆઇ પી.બી.ત્રાજીયા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન કોન્સ. મહાવીરસિંહ જાડેજા, જીલુભાઇ ગરચર અને મયુરસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, પરસાણા ચોકમાં બે શખસ આગળ પાછળ તૂટેલી નંબર પ્લેટવાળા વાહન સાથે ઉભા છે અને તેની પાસેનું બાઇક ચોરાઉ હોવાની શકયતા છે. આથી ત્યાં પહોંચી બંને શખસને સકંજામાં લઇ વાહનના કાગળ બાબતે પુછતાછ કરતાં ગલ્લા તલ્લા કર્યા હતાં. વધુ પુછતાછ થતાં મવડી ચોકડીએથી આઠ દિવસ પહેલા ચોરી કર્યાનું કબુલતાં બંનેની અટકાયત કરવામાં આવી હતી.

પુછતાછમાં પોતાના નામ સંજય ભીમજીભાઇ મુંધવા (ઉ.૧૯–રહે. સરધાર જુના સ્વામિનારાયણ મંદિર પાસે) તથા નિતીન અજીતભાઇ મકવાણા (ઉ.૧૯–રહે લાખાપર સરધાર પાસે છેલ્લો ગેઇટ) જણાવ્યા હતાં.આ બંનેએ અગાઉ પણ એક બાઇક શુભ હોટેલ પાસેથી અને એક બાઇક કોઠારીયા ગેઇટ પાસેની સોસાયટીમાંથી ચોરી અવાવ જગ્યાએ છુપાવી રાખ્યાનું કબુલતાં આ બંને વાહનો પણ કબ્જે લેવાયા હતાં. સંજય ડ્રાઇવીંગ કરે છે અને નિતીન છુટક મજૂરી કરે છે. બંનેને મોખશોખ પૂરા કરવા પૈસાની જર હોઇ વાહનોની ચોરી કરી હતી. વેંચવા માટે ગ્રાહકોની શોધમાં હતાં ત્યાં પોલીસે દબોચી લીધા હતાં


છ ગુનામાં પકડાઇ ચૂકેલો નાકરાવાડીનો શખસ ચોરાઉ બાઇક સાથે ઝડપાયો
કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ વી.આર.રાઠોડની રાહબરીમાં પીએસઆઇ એમ.જે.વ તથા તેમની ટીમ પેટ્રોલીંગ હતી દરમિયાન હેડકોન્સ. અરવિંદભાઇ મકવાણા, કોન્સ. જયદિપભાઇ ધોળકીયાને મળેલી બાતમીના આધારે નાકરાવાડીમાં રામાપીરના મંદિર પાસે રહેતા યશવંતસિંહ ઉર્ફ હસુ પદમસિંહ હેરમા (ઉ.વ.૪૨)ને અહીં ગામમાં બસ સ્ટેશન પાસેથી ચોરાઉ બાઇક સાથે ઝડપી લીધો છે. પુછતાછમાં તેણે જીજે૦૩સીએમ–૬૯૧૮ નંબરનું બાઇક કુવાડવા રોડ અલ્કા પાર્કમાંથી ચોરી કર્યાનું કબુલતાં બી–ડિવીઝન પોલીસનો ગુનો ઉકેલાયો હતો. આ શખ્સ છુટક મજૂરી કરે છે. અગાઉ તે બી–ડિવીઝન, પ્ર.નગર, રેલ્વે પોલીસમાં અલગ અલગ છ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકયો હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application