પડધરીમાં વિદેશી દારૂના જથ્થા સાથે બેલડી ઝબ્બે

  • March 27, 2024 03:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પડધરીના હરિપર ખારી વાડી વિસ્તારમાં પોલીસે દરોડા પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ખાખડાબેલા–૫ તથા ખારીવાડીમાં રહેતા બે શખસોને ૮૭ બોટલ દારૂ સાથે ઝડપી પાડયા છે.હરિપર ખારીવાડીમાં રહેતા મુકેશ ખીમજી સિંધવ (ઉ.વ.૪૦)ને ત્યાં પડધરી પીએસઆઇ જી.જે.ઝાલા સ્ટાફના રણજીત ડેરૈયા સહિતનાએ દરોડો પાડયો હતો. મુકેશને ત્યાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૮૭ બોટલ દારૂ મળી આવ્યો હતો. મુકેશ તથા સાગરિત ખાખડાબલા–૫ ગામે રહેતા વિરભદ્રસિંહ કિશોરસિંહ જાડેજા (ઉ.વ.૨૭)ની પણ ધરપકડ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application