આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં ’શસ્ત્ર પૂજા’ સાથે દશેરાની ઉજવણી શરૂ કરી. આ અવસરે તેમણે બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર મુદે ખાસ ટકોર કરી હતી કે નિર્બળ હોવું અને બની રહેવું એ ગુનો છે,હિન્દુઓએ એક થવાની જરૂર છે. આરએસએસ દર વર્ષે વિજયાદશમીના અવસર પર આ કાર્યક્રમનું આયોજન કરે છે. આ પ્રસંગે ભાગવતે આરએસએસ કાર્યકતર્ઓિને સંબોધિત કયર્િ હતા.
કાર્યક્રમને સંબોધતા આરએસએસ ચીફ મોહન ભાગવતે અહલ્યાબાઈ હોલકર અને દયાનંદ સરસ્વતી દ્વારા દેશની સેવા માટે કરેલા કાર્યોને યાદ કરતાં કહ્યું કે, ’અહલ્યાબાઈ હોલકર અત્યંત પ્રતિકૂળ સંજોગોમાં રાજ્ય ચલાવે છે, વ્યૂહરચનાનું કૌશલ્ય દશર્વિે છે, તેઓ તેમની સંભાળ રાખે છે. રાજ્ય કરે છે, પરંતુ સમગ્ર દેશમાં ધર્મ અને સંસ્કૃતિના ઉત્થાન માટે તેઓ વિવિધ સ્થળોએ મંદિરો અને ધર્મશાળાઓ બનાવે છે, તેઓ પોતાના માટે કંઈ પણ કયર્િ વિના એક આદર્શ રજૂ કરે છે, અમે તેમને આપ્રસંગે યાદ કરીએ છીએ. આરએસએસના વડા મોહન ભાગવતે બાંગ્લાદેશી હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં જે કંઈ થયું તે આપણે બધાએ જોયું. ત્યાં ફાટી નીકળેલા હુલ્લડો માટે કેટલાક તાત્કાલિક કારણો હતા. પરંતુ આટલી મોટી દુર્ઘટના પાછળના મુખ્ય કારણોને સમજવું જરૂરી છે. ત્યાં ફરીથી બાંગ્લાદેશી હિંદુઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. ત્યારે હિંદુઓએ પોતાની રક્ષા માટે આગળ આવવું પડ્યું. નિર્બળો પર જુલમ કરતી કટ્ટરવાદી શક્તિ ત્યાંની તમામ લઘુમતીઓ માટે ખતરનાક છે. તેમને ભારત સરકાર તરફથી મદદ મળવી જોઈએ. નબળા હોવું એ ગુનો છે, તેથી હિન્દુઓએ એક થવાની જરૂર છે.
શસ્ત્ર પૂજા અને સંઘ પ્રાર્થના
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યો વિજયાદશમીની ઉજવણી માટે નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં એકઠા થયા હતા અને સંઘની પ્રાર્થના કરી હતી. આરએસએસના વડા મોહન ભાગવત, કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી, મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. શિવન ઉપસ્થિત રહ્યા હતા. પદ્મ ભૂષણ અને ઈસરોના ભૂતપૂર્વ વડા કે. રાધાકૃષ્ણન પણ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આરએસએસના વડા મોહન ભાગવતે નાગપુરમાં વિજયાદશમીના અવસર પર શસ્ત્ર પૂજા કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech