આચારસંહિતા પૂર્વે મહાપાલિકામાં એકસામટા ૧૧૧ ટેન્ડર પ્રસિધ્ધ

  • March 14, 2024 03:00 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લોકસભા ચૂંટણીની આચારસંહિતા નજીકમાં હોય તેમજ નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં હોય રાજકોટ મહાપાલિકા તંત્રમાં કામગીરીનો ભારે ધમધમાટ શ થયો છે, દરમિયાન છેલ્લા ૧૪ દિવસના સમયગાળામાં ૧૧૧ ટેન્ડર પ્રસિધ્ધ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બજેટમાં રહેલા કે ચૂંટણી પૂર્વે શ કરવા લાયક હોય તેવું કોઇ કામ બાકી રહી ન જાય તેની વિશેષ તકેદારી સાથે મ્યુનિસિપલ અધિકારીઓ અને પદાધિકારીઓ દ્રારા દરરોજ બેઠકોનો દૌર શ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલ દ્રારા સ્ટેન્ડિંગ કમિટિ અને જનરલ બોર્ડ મિટિંગમાં મંજુર થયેલા તમામ કામોને ફટાફટ વહીવટી મંજૂરીઓ આપવામાં આવી રહી છે અને ત્યારબાદ તુરતં જ વર્ક ઓર્ડર અપાય તે સાથે જ પદાધિકારીઓ અને કોર્પેારેટરો દ્રારા નવા વિકાસકામોના ખાતમુહર્ત કરવામાં આવી રહ્યા છે.મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે મંજુર થયેલા તમામ કામોને ધડાધડ વર્ક ઓર્ડર આપવામાં આવી રહ્યા છે અને વર્ક ઓર્ડર અપાઇ ગયા હોય તેવા કામોનું તુરતં જ ખાતમુહર્ત કરવામાં આવી રહ્યું છે, સમાંતર રીતે જ જે કામ પૂર્ણ થવામાં હોય તેના લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે

મહાનગરપાલિકાના વોર્ડ નં.૧થી ૧૮માં વોર્ડવાઇઝ લોકાર્પણ અને ખાતમુહર્તનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં નળ, ડ્રેનેજ, રસ્તા, લાઇટ, સફાઇ, પેવિંગ બ્લોક, ગાર્ડન, સહિતના કામો શ થયા છે તદઉપરાંત ગાર્ડન, આરોગ્ય કેન્દ્રો સહિતના લોકાર્પણ શરૂ થયા છે. મહાપાલિકામાં ટૂંક સમયમાં બઢતી–બદલીના વધુ હુકમો, પરિપત્રો, જાહેરનામા પ્રસિધ્ધ થાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

દરમિયાન હાલમાં મોટા નેતાઓ અને પદાધિકારીઓ ચૂંટણી પૂર્વેની કામગીરીમાં વ્યસ્ત બનતા તેમજ એક સાથે અનેક કામોના ખાતમુહર્ત અને લોકાર્પણ કરવાના હોય નગરસેવકો પોતાના વોર્ડમાં પોતાના જ હસ્તે તેમજ વોર્ડ લેવલના આગેવાનોના હસ્તે ખાતમુહર્ત લોકાર્પણ કરવા લાગ્યા હોવાનું જાણવા મળે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application