બાબતનો ખાર રાખી બે શખ્સો વિફર્યા : ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો
જામનગર શહેરના સતત ધમધમતા બેડી ગેઇટ નજીકના સુપર માર્કેટ પાસે ગઇ સાંજે એક શ્રમિક યુવાન પર બે શખ્સોએ છરી વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી હતી તેમજ મારી નાખવાની ધમકી દીધી હતી, ઇજાગ્રસ્તને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ છે, બનાવના પગલે લોકો એકત્ર થઇ ગયા હતા.
જામનગરના સુભાષ બ્રીજ નીચે ભારતવાસ શેરી નં. ૫માં રહેતા મજુરી કામ કરતા છગન દેવાભાઇ જાખર (ઉ.વ.૪૦) નામના યુવાનના ભાઇ રમેશભાઇની પુત્રીએ આરોપી મુકેશ સાથે આશરે ૩ વર્ષ પહેલા પ્રેમલગ્ન કરેલ હોય પરંતુ બંને વચ્ચે ઝઘડા થતા એકાદ માસથી છુટાછેડા કરેલ હોય બાદમાં આરોપીઓ ફરીયાદીને અવાર નવાર બોલાચાલી થતી હોય જે વાતનો ખાર રાખીને ગઇકાલે સાંજે બેડી ગેઇટ સામે સુપર માર્કેટ પાસે આરોપી મુકેશ અને તેનો ભાઇ ઉપેન્દ્ર ત્યાં ઘસી ગયા હતા.
બંને શખ્સોએ છરી વડે ફરીયાદી છગનભાઇના શરીરે આડેધડ ઘા ઝીંકી દઇ ગંભીર પ્રકારની ઇજા પહોચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓ નાશી છુટયા હતા, દરમ્યાન યુવાન પર હુમલો થયાનું બહાર આવતા આજુબાજુના લોકો એકત્ર થઇ ગયા હતા અને એમ્બ્યુલન્સ મારફત ઇજાગ્રસ્તને તાકીદે સારવાર માટે જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઉપરોકત બનાવ અંગે છગનભાઇ દ્વારા સીટી-એ ડીવીઝનમાં ભારતવાસ શેરી નં. ૫માં રહેતા મુકેશ પાલા પરમાર અને ઉપેન્દ્ર ઉર્ફે ઉકો પાલા પરમાર નામના બે શખ્સો વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવતા પીએસઆઇ બુડાસણા તપાસ ચલાવી રહયા છે.
***
ખંભાળિયામાં મહિલાઓ વચ્ચે મારામારી: સામ-સામે ફરિયાદ
ખંભાળિયામાં મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા આંગણવાડી કાર્યકર લક્ષ્મીબેન આલાભાઈ મકવાણા (ઉ.વ. ૫૧) એ તેમના ઘરની બહાર ગટર ખોદાવેલી હોવાથી તેનો ખાર રાખી, આરોપી દક્ષાબેન સુમિતભાઈ મકવાણા અને મંજુબેન મોહનભાઈ આસિયાણીએ તેમને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
સામા પક્ષે મંજુબેન મોહનભાઈ આસીયાણી (ઉ.વ. ૬૮) એ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં તેણી પોતાના ઘરની બહાર બેઠા હતા, તે દરમિયાન આરોપી લક્ષ્મીબેન આલાભાઈ દેવાભાઈ મકવાણા, મુકેશ આલાભાઈ મકવાણા અને દેવુભાઈ આલાભાઈ મકવાણાએ આવીને કહેલ કે "તું કેમ અમારા પરિવારનો ઝઘડો જુએ છે?"- તેમ કહી, બિભત્સ ગાળો કાઢી, ફડાકા ઝીંકી લેતા આ બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
***
ઓખાના યુવાન સાથે છરીબાજી: મારી નાખવાની ધમકી
ઓખાના બર્માસલ ક્વાર્ટર વિસ્તારમાં રહેતા તૈયબભાઈ જુસબભાઈ મોખા નામના ૨૯ વર્ષના મુસ્લિમ ભડેલા યુવાનને "તું મારો ફોન કેમ ઉપાડતો નથી?" તેમ કહી, ઓખાના રહીશ હસમુખ ઉર્ફે કાળો નામના શખ્સએ બિભત્સ ગાળો કાઢી, છરીનો ઘા મારીને ઈજાઓ પહોંચાડીને તેમજ મોબાઈલ ફોનમાં જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવ અંગે ઓખા મરીન પોલીસમાં આઈ.પી.સી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬ (૨) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech